રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાવનગર-સોમનાથ હાઈવે પર ફરી સર્જાયો ગમખ્વાર અકસ્માત, ટ્રક અને બાઈક વચ્ચે ટક્કર થતા 2ના મોત

02:53 PM Oct 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટના વધી રહી છે. ત્યારે અમરેલીના ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ફરી એકવાર અકસ્માત સર્જાયો છે. રાજુલા નજીક ટ્રક અને બાઈક વચ્ચે ટક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૨ લોકોના ઘટના સ્થળે જ મોત થયાં હતા.

આ અકસ્માતની મળતી માહિતી અનુસાર ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા નજીક ટ્રક ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેમાં બાઈક પર સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

બે દિવસ પહેલા જ અમરેલી જિલ્લામાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા નજીક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારે રોંગ સાઈડમાં આવતા બાઇકને ટક્કર મારી હતી. જેમાં બાઈક પર સવાર બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હાતા. વાહન ચાલકોમાં અવેરનેસના અભાવે વાંરવાર અકસ્માતની ઘટનાઓ વધી છે.

Tags :
accidentamreli newsBhavnagar-Somnath highwaydeathgujaratgujarat newstruck accident
Advertisement
Next Article
Advertisement