રાજુલાના ધાતરવડી ડેમના કાંઠે સસલાનો શિકાર કરી રહેલા પાંચ શખ્સો ઝડપાયા
11:50 AM Sep 10, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
રાજુલાના ભાક્ષીમાં ધાતરવડી ડેમના કાંઠે સસલાના શિકારની કોશિષ કરનાર પાંચ શખ્સોને વન વિભાગે ઝડપી લીધા હતા. વન વિભાગે 1.25 લાખનો દંડ ફટકારી પાંચેયને જામીન પર મુક્ત કર્યા હતા. દોલતીના વિનુ વજેકણભાઈ, કનુ હિંમતભાઈ પીલુકીયા, બર્બટાણાના રવિ ભાણાભાઈ પરમાર, ડાધીયાના નિતલ હિંમતભાઈ પરમાર અને ભાક્ષીના ભગુ રામભાઈ ભુકણે એક સંપ કરી ધાતરવડીના કાંઠે જુદી જુદી જગ્યાએ મેવડા બાંધી સસલાનો શિકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે રાજુલાના આરએફઓ વાય.એમ.રાઠોડની સૂચનાથી વન વિભાગની ટીમે પાંચેય શખ્સોને ઝડપી લીધા હતા.ધાતરવડી ડેમના કાંઠે જાળી બાંધી સસલાનો શિકાર કરનાર પાચેયને રૂૂપિયા 1,25,000નો દંડ ફટકાર્યો હતો. તેમજ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. ફાસલા ઉભા કરી વન્ય પ્રાણીઓનો શિકાર કરવાનો પ્રયત્ન કરનાર સામે વન વિભાગે કાર્યવાહી કરી હતી.
Next Article
Advertisement