જાફરાબાદના દરિયામાં માછીમારી બોટની જળસમાધિ, આઠનો બચાવ
અમરેલી જિલ્લામાં જાફરાબાદ બંદર વિસ્તારમાં મોટી સંખ્યામાં માછીમારો વસવાટ કરી રહ્યા છે. ત્યારે દરિયામાં બોટ ડૂબવાની અકસ્માતની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. આજે આવી જ એક ઘટના સામે આવી છે. જાફરાબાદના સીદીકભાઈની હુસેની નામની બોટમાં 8 ખલાસીઓ સવાર હતા. ત્યારે દરિયાની અંદર અકસ્માતે બોટ દરિયામાં ડૂબી ગઈ હતી. બોટ પલટી મારતા 8 ખલાસીઓના જીવ જોખમમાં મુકાયો હતો.
આ દરમ્યાન જાફરાબાદની બોટ પસાર થતી હોવાને કારણે 8 ખલાસીઓને તેમની બોટમાં અંદર બેસાડી બચાવી લેવાયા હતા. હુસેની નામની બોટ દરિયામાં ડૂબી ગઈ છે.8 ખલાસીઓનો બચાવ થયો છે તેમને અન્ય બોટમાં જાફરાબાદ લાવી રહ્યા છે. મધ દરિયામાં ઘટના બની હોવાને કારણે વહેલી સવાર સુધીમાં જાફરાબાદ બંદર પર વતન લવાશે. હાલ જાફરાબાદ માછીમાર સમાજના આગેવાનોના સંપર્કમાં છે જેથી માછીમારના લોકોએ રાહત અનુભવી છે.
જાફરાબાદ માછીમાર સમાજ અગ્રણી કનેયાલાલ સોલંકીએ જણાવ્યું કે, એક બોટ ડૂબી હતી પરંતુ 8 ખલાસીઓને અન્ય બોટની મદદથી બચાવી લીધા છે. તેની બોટમાં બેસાડી દીધા છે તે ખલાસીઓ જાફરાબાદ આવી જશે સુરક્ષિત છે.