અમરેલીના ગાવડકામાં ભૂમાફિયાઓના ત્રાસથી ખેડૂતો પરેશાન, રસ્તા પર ઉતર્યા
ભૂ-માફિયાઓના ત્રાસથી ગાવડકા ગામના ખેડૂતો પરેશાન, રસ્તો રોકીને ખેડૂતોએ રામધૂન અને ન્યાય આપોના સૂત્રોચાર કર્યા અમરેલી છેલ્લા ઘણા વર્ષોથી ઈકોઝોનમાં છે. તેમ છતાં ભૂ-માફીયાઓ તંત્રનો ખોફ રાખ્યા વિના બેફામ રીતે અમરેલીની નદીઓમાંથી રેતીચોરી કરતા હોય છે, ત્યારે ગાવડકા ગામના ખેડૂતો ભૂ-માફિયાઓના કારણે હેરાન થઈ રહ્યા છે. રાત્રિના સમયે બેફામ રીતે ચાલતા ડમ્પરોએ ખેતરોએ જવાનો ગાડા માર્ગ હવે ખાડા માર્ગ બનતા ખેડૂતોને પોતાના ખેતરે જવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ખેડૂતોનું કહેવું છે કે અમારે ખેતરે જવું હોય છે ગાડું, ટ્રેક્ટર લઈને ખેતરે જઈ શકતા નથી. બાઈક લઈને જઈએ તો બાઈક પણ ખૂંપી જાય છે. અહીં ખેડૂતોને બાઈક લઈને ચાલવું હોય પણ પડી જવાનો પણ ડર રહે છે. ગાવડકા ગામના ખેડૂતે જણાવ્યું હતું કે ગાવડકાથી થોરડીના માર્ગ પર અમારી જમીન આવેલી છે, ત્યાં જે ભૂ-માફિયાઓ રેતી ચોર છેલ્લા 4 વર્ષથી અહીં ડમ્પરો ચલાવે છે અને આખો રસ્તો ખાણ જેવો કરી નાખ્યો છે તો અમે એની માટે સરકારને માગણી કરીએ છીએ કે અમારો આ રસ્તો ભૂ-માફિયાઓ, આવારા તત્વો માથાભારે છે તે કોઈથી સારતા નથી અમારે વાડીએ જવાની કોઈ પોઝિશન નથી અને રસ્તો ચાલવા લાયક રહ્યો નથી તો અમે એની માટે સરકારને માગણી કરીએ છીએ.
આ ભૂ-માફિયાઓ પર કોઈ પ્રતિબંધ લગાવે અને અહીંયા ઓછામાં ઓછા 15થી 20 જેટલા રેતીના સ્ટોક આવેલા છે. અહીં એક રેતીના એક ઢગલામાં 15થી 20 ડમ્પર રેતીના નાખવામાં આવ્યા છે તો શું આ સરકારને દેખાતું નથી, પ્રાંત ઓફિસરને દેખાતું નથી, ખનીજ ખાતાને દેખાતું નથી, કલેકટરને દેખાતું નથી, અમથા ગામની અંદર એવી વાતો કરે છે કે રેતી ક્યાંય ચોરાતી નથી આ ઝોન એરિયા છે કોઈ પણ ખેડૂત પોતાના મકાન , ફરજા માટે રેતી લેવા ગયો હોય તો ટ્રેક્ટર પકડી લે છે તો આ ભૂ-માફિયા નથી દેખાતા, આ પ્રતિબંધીત રેતી દેખાતી નથી! છતાંય સરકાર આની ઉપર ધ્યાન નહીં આપે તો અમારે સરકારની પાસે જવું પડશે.