ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમરેલીમાં બીજે સગાઇ થઇ જતાં યુવતીનું ગળું કાપવા પૂર્વ પ્રેમીનો પ્રયાસ

12:54 PM Sep 17, 2025 IST | Bhumika
Advertisement

રાજ્યમાં હત્યા, મારામારી, જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે મંગળવારે (16 સપ્ટેમ્બર) અમરેલી શહેરમાં ધોળા દિવસે 24 વર્ષીય યુવતી પર એક શખ્સે ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. સમગ્ર મામલે અમરેલી સિટી પોલીસે બનાવના કારણ જાણવા અને આરોપીને દબોચી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

મળતી માહિતી મુજબ, અમરેલી શહેરમાં ધોળા દિવસે 24 વર્ષીય યુવતી પર જીવલેણ હુમલાની ઘટના બની હતી. આરોપીએ યુવતીને ગળાના ભાગે તીક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. કેટલા વ્યક્તિ દ્વારા હુમલો કરાયો અને શું છે સમગ્ર મામલો તેને લઈને પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
જીવલેણ હુમલાની ઘટના મામલે યુવતીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તાજેતરમાં યુવતીની સગાઈ કરવામાં આવી છે.

જેને લઈને વિપુલ જાદવભાઈ ધૂંધળવા નામનો શખ્સ યુવતીનો પીછો કરતો હતો. જેને હુમલો કર્યો હતો. પોલીસે ફરિયાદના આધારે અલગ-અલગ ટીમ બનાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે પ્રેમસંબંધ સહિતની બાબતે પણ પોલીસ તપાસ શરૂૂ છે.

Tags :
amreliamreli newscrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement