For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પિતાની નજર સામે કૂતરું બે વર્ષના બાળકને ઉઠાવીને ભાગ્યું

04:10 PM Aug 07, 2025 IST | Bhumika
પિતાની નજર સામે કૂતરું બે વર્ષના બાળકને ઉઠાવીને ભાગ્યું

રખડતા કૂતરાઓનો આતંક આખા દેશમાં ફેલાયો છે. રોજ આપણને કૂતરાઓના માણસો પર હુમલાઓના સમાચાર સાંભળવા મળે છે. આ પ્રાણીઓ ખાસ કરીને બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. આવો જ એક કેસ ગુજરાતના અમરેલીમાં બન્યો છે. જ્યા ઘરના આંગણમાં રમતા બે વર્ષના બાળકને એક કૂતરુ ઉઠાવીને લઈ જઈ રહ્યુ હતુ પણ ભગવાનનો આભાર કે બાળકના રડવાનો અવાજ સાંભળીને બાળકના પિતા દોડીને કૂતરા પાછળ ભાગ્યા તો તેને બાળકને છોડી દીધુ.

Advertisement

બાળકના રડવાનો અવાજ સામે આવતા બાળકના પિતા દોડી આવ્યા હતા. અને પિતાએ શ્વાનના મોંમાંથી તાત્કાલીક બાળકને છોડાવ્યું હતું. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા.અમરેલી જશવંતગઢ ગામે રખડતા શ્વાનનો આતંક જોવામાં મળતા લોકોમાં ભય ફેલાયો છે. જશવંતગઢથી રાંઢીયા રોડ ઉપર આવેલી બાયોકોલ ફેક્ટરી પાસે રખડતા શ્વાને આશરે દોઢ થી બે વર્ષના બાળક ઉપર હુમલો કર્યો હતો. બાળક આંગણામાં રમતું હતું તે સમયે બાંકડા ઉપર બેઠેલું એક શ્વાને અચાનક આવી બાળક ઉપર હુમલો કર્યો હતો.

બાળક ઉપર હુમલો કર્યા બાદ શ્વાને બાળકને મોઢામાં ઉપાડી ભાગ્યું હતું. બાળક જોરથી રડવાનો અવાજ સાંભળી બાળકના પિતા પાછળ દોડતા શ્વાન બાળકને મૂકી ભાગી ગયું હતું. આ અગાઉ પણ જશવંતગઢ ગામે ત્રણ ચાર શ્વાનના હુમલાના બનાવો બની ગયા છે. રખડતા શ્વાનનો આતંક જોવા મળતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. લોકોને નાના બાળકોને મુકવા ભારે પડી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement