For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલીના લેટરકાંડ મુદ્દે ફરી દિલીપ સંઘાણીએ નિશાન તાકયું

01:10 PM Jun 26, 2025 IST | Bhumika
અમરેલીના લેટરકાંડ મુદ્દે ફરી દિલીપ સંઘાણીએ નિશાન તાકયું

અશોક માંગરોળિયાને પિતાની અંતિમક્રિયામાં પણ જવા ન દેવાયા, કાયદો બધા માટે સરખો હોવો જોઇએ

Advertisement

અમરેલી ભાજપના લેટરકાંડ અને પાયલ ગોટી પ્રકરણનાં આરોપી અશોક માંગરોળીયા મુદ્દે જાહેરમંચ પરથી કાયદાનાં ઉલ્લંઘન અંગે નિવેદન આપ્યું છે. દિલીપ સંઘાણીએ અશોક માંગરોળિયાના પિતાના અવસાન સમયની ઘટનાને વર્ણવી હતી અને કહ્યું કે, અશોક માંગરોળિયાના પિતાના અવસાન સમયે પાર્ટીમાંથી અંતિમક્રિયામાં ન જવા દેવાયા. કાયદો બધા માટે સરખો હોવો જોઈએ.

અમરેલીમા ગઇકાલે કટોકટી લાગાવ્યાના 50 વર્ષની પૂર્ણતાના અવરસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા ભાજપ નેતા અને ઇફકો ચેરમેન દિલીપ સંઘાણી પણ હાજર રહ્યા હતા. દરમિયાન તેમણે પોતાનાં ભાષણમાં નકલી લેટરકાંડ અને પાયલ ગોટી પ્રકરણનાં આરોપી અશોક માંગરોળીયાનું નામ લઈ કાયદાના ઉલ્લંઘનનો જાહેરમંચ પરથી ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અશોક માંગરોળિયાના પિતાજીના અવસાન સમયે પાર્ટીમાંથી અંતિમક્રિયામાં ન જવા દેવાયા. કાયદો બધા માટે સરખો હોવો જોઈએ. ત્યારે જ સુરક્ષિત સંવિધાન ગણાય.દિલીપ સંઘાણીએ વધુમાં કહ્યું હતું કે અમરેલીમાં કાયદાના ભંગ થયાના કિસ્સાઓ બની રહ્યા છે. ત્યારે નવા કલેક્ટર પાસે આશા છે કે કાયદા પ્રમાણે ચાલશે. કોઈ ચમરબંધીની વાત નહીં માને તો જિલ્લો તમારી સાથે ઊભો રહેશે. દિલીપ સંઘાણીના આ નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે. દિલીપ સંઘાણીના નિવેદનને લઈ અનેક તર્ક-વિતર્ક શરૂૂ થયા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement