વડિયામાં જર્જરિત સિવિલમાં મરામતના બદલે રંગરોગાન કરાયું
તાલુકાકક્ષા મુજબની સુવિધા આપવામાં તંત્રનું ઓરમાયું વર્તન: રિનોવેશન કરાવવા લોક માંગણી
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં આવેલી સરકારી હોસ્પિટલ ની હાલત દયનિય અને ભંગાર સ્થિતિ માં છે.તાલુકા લેવલની અધ્યતન હોસ્પિટલ બનાવવા થોડા સમય પેહલા સ્થાનિક જાગૃત પત્રકારો એ મીડિયા અહેવાલ બાદ સ્થાનિક તંત્ર એ જાગી ને રીપેરીંગ ની માંગણી કરી એટલે રાજાશાહી સમય ના બિલ્ડીગ માં ઉપરના ભાગે વૃક્ષ ઉગી ચુક્યા છે સંડાશ બાથરૂૂમ અને બારી,બારણાં ના ઠેકાણા નથી ત્યારે તેના રીપેરીંગ ની જગ્યાએ બહાર ના ભાગમાં રંગ રોગન કરી મોરાનો ભાગ ચમકાવી દીધો એટલે તાલુકા ભરના લોકોને હોસ્પિટલ માં સુવિધાઓ મળી ગઈ એવું આરોગ્ય તંત્ર એ માની લીધું. વડિયા સીવીલ હોસ્પિટલ માં અંડર જુનુ બિલ્ડીંગ હોવાથી પીવાના પાણી, ટોયલેટ, ઓક્સિજન ફિટિંગ સહીત ની અનેક સુવિધાઓનો અભાવ છે. ખરેખર તો આ બિલ્ડીંગ જ અધ્યત બને તે જરૂૂરી છે પરંતુ ગુજરાત સરકાર ના આરોગ્ય વિભાગને વડિયા ની હોસ્પિટલ પ્રત્યે કશી તકલીફ હોય તેમ અહીં ગ્રાન્ટ જ આવતી નથી.
વડિયા હોસ્પિટલ ની આ દયનિય હાલત ની ફરિયાદો લોકોએ કોંગ્રેસ પક્ષ ના નેતાઓને કરતા અચાનક અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસ ના પ્રમુખ સત્યમ મકાણી, યુથ કોંગ્રેસ ના જુનેદ ડોડીયા સહીત ના યુવા નેતાઓ હોસ્પિટલ ની મૂળાકાતે પહોંચ્યા હતા ને સોશ્યલ મીડિયા માં લાઈવ કરીને વાડિયા હોસ્પિટલમાં ઉપલબ્ધ પ્રાથમિક સુવીધાઓ ની સ્થિતિ અંગે આરોગ્ય મંત્રી અમરેલી જિલ્લા માં આવતા હોવાથી લોકોને અને નેતાઓને દેખાડવા માટે ફેસબુક ના માધ્યમ થી લાઈવ કરાઈ હતી જેમા વર્તમાન સરકાર ના વિકાસના મોડેલના લીરે લીરા ઉડતા જોવા મળ્યા હતા.
આ સુવિધાઓ થી અકળાઈ ને જિલ્લા કિસાન કોંગ્રેસ ના પ્રમુખ સત્યમ મકાણીએ જિલ્લા આરોગ્ય વિભાગના જવાબદાર વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતા તેમને આ કામો માટે અમારી પાસે ગ્રાન્ટ નથી તેવુ જણાવતા જન આંદોલન ની ચીમકી ઉચ્ચારાઈ હતી. અમરેલી જિલ્લા ના તાલુકા મથક એવા વડિયા માં જો વર્તમાન સરકાર ના ચૂંટાયેલા નેતાઓ પ્રાથમિક સુવિધાઓ પણ આપવી શકતા ના હોય અરે સુવિધાઓ તો ઠીક જુનુ બિલ્ડીંગ રીપેરીંગ કરવા ગ્રાન્ટ પણ ફાળવી શકતા ના હોય તો શું આ છે સવાયો વિકાસ ? વડિયા હોસ્પિટલ ની આવી દયનિય સ્થિતિ પરથી એવું કહી શકાય કે સમગ્ર ભારત માં ગુજરાત ને વિકાસના મોડેલ ને દર્શાવી વિકાસ ની વાતો કરાતી હોય તો આ વડિયા ની સરકારી હોસ્પિટલ ના વિકાસની સ્થિતિ જોતા એવું ચોક્કસ કહી શકાય કે આ અહીં વિકાસના નામે મીંડુ છે. છેલ્લા વર્ષોમાં વડિયા સીવીલ હોસ્પિટલ ના વિકાસ માટે કોઈ કામગીરી થઈ નથી.
અહીંના સ્થાનિક ચૂંટાયેલા નેતાઓએ વિકાસ નામની કેસરી પટ્ટી વાળા ચશ્માં પેહેર્યા હોવાથી તેને લોકોની કોઈ સમસ્યાઓ દેખાતી નથી તેથી જ લોકો અહીં પ્રાથમિક સુવીધા ઓથી પીડાઈ રહ્યા છે અને લોકોનું કોઈ સાંભળનાર જ નથી. તો બીજી બાજુ વિરોધ પક્ષ પણ ચૂંટણીઓ નજીક આવતા આસન પટ્ટા ખંખેરી ને લોકોની સુવિધાઓ બાબતે સોશ્યલ મીડિયા માં એક્ટિવ થયો હોય તેમ આવનારા સમયમાં જો વડિયા હોસ્પિટલ માં સુવિધાઓનુ નિર્માણ માટે ગ્રાન્ટ આપી કામગીરી શરુ નહીં થાય તો જન આંદોલન શરુ કરવાની ચીમકી આપતા જોવા મળ્યા છે. હાલ તો ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ના રાજકીય નાટકો થી સુવિધાઓ થી વંચિત રહી ને લોકો પીડાતા જોવા મળી રહ્યા છે.