રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજુલા એસટી ડેપો પાસે સ્પીડબ્રેકર મૂકવા માગણી

11:37 AM Nov 15, 2024 IST | admin
Advertisement

અવારનવાર ઓવર સ્પીડથી થતા અકસ્માતો

Advertisement

રાજુલા એસટી ડેપો સામે હાઇસ્કુલ આવેલ છે અને હાઈસ્કૂલની બાજુમાં પોલીસ ચોકી પણ આવે છે. અહીંથી જાફરાબાદ તેમજ ઉના નો મુખ્ય માર્ગ છે તેમજ એસટી બસ ડેપો માંથી બહાર નીકળતા અને બહારથી ડેપો માં આવતા અકસ્માત નો ભય રહે છે તેમજ બાજુમાં શાળા હોવાથી અહી સ્પીડ બ્રેકર મુકવા માંગણી ઉઠવા પામેલ છે અહીંયા સ્પીડ બ્રેકર વર્ષોથી હતા.

પરંતુ મુખ્યમંત્રીના કાર્યક્રમ સમયે આ બંને સ્પીડ બ્રેકરો હટાવવામાં આવ્યા ત્યારે અગાઉ સ્પીડ બ્રેકર હતા તે જ જગ્યા ઉપર આ બંને સ્પીડ બ્રેકરો મુકવા માટેની માગણી રાજુલાના વાહન ચાલકોની ઉઠવા પામેલ છે ક્યારેયક મોટું અકસ્માત સર્જાશે ત્યારે જવાબદારી કોની ? એક તરફ હાઈસ્કૂલ બીજી તરફ એસટી બસ સ્ટેન્ડ બાજુમાં પોલીસ ચોકી સામે તાલુકા પંચાયત કચેરી જેથી વાહનોની ખૂબ જ અવરજવર રહેતી હોય ત્યારે વહેલી તકે આ વિસ્તારમાં સ્પીડ બ્રેક્રર મુકાય તેવી લોકોની માગણી ઉઠવા પામે છે

Tags :
amreliamrelinewsDemand to install speed breaker near Rajula ST depotgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement