વડિયામાં અનુસૂચિત જાતિના યુવાનને માર મારી હડધૂત કર્યાની ત્રણ સામે ફરિયાદ
અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા એવા વડિયા ની ભાગોળે આવેલા સાકરોડા ગામના દલિત યુવક વડિયા બસસ્ટેન્ડ માં પોતાનું મોટરસાયકલ મૂકીને ત્યાંથી મજૂરી કામે ગયા હોય સાંજના સમયે તે પરત ફરી મોટર સાયકલ લેવા ગયા ત્યારે એક બિસ્કિટ નુ પેકેટ લઇ ને એક ગાયને તેમાંથી બિસ્કિટ નાખતા તે ગાય પાસે જતા ઉભેલા શખ્સો એ ગાય સાથે ખરાબ કૃત્ય કરે છે તેવુ કહી ઢીંકા પાટુના માર મારીને જાતિ પ્રત્યે અપમાન જનક શબ્દો બોલીને તેને હડધૂત કરી વિડિઓ વાઇરલ કરેલ હતા જે બાબતે તારીખ 28/11/2024 થી આ બનાવ બાબતે સમગ્ર ગામમાં ચર્ચાઓ અને વિડિઓ વાઇરલ થતા જોવા મળ્યા હતા.આ બાબતે દલિત સમાજના યુવા આગેવાનો એ ફરિયાદ દાખલ કરાવવા આગળ ની તજવીજ હાથ ધરતા તારીખ 02/12/2024 ના રોજ ભોગ બનેલા દલિત યુવાન પર થયેલા અત્યાચાર બાબતે વડિયા ના ડો.આંબેડકર ચોક થી મોટી સંખ્યા માં રેલી સ્વરૂૂપે દલિત સમાજના લોકો એકત્રિત થઈ પોલીસ સ્ટેશન ભોગ બનનાર દલિત યુવક ની ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા.
આ બાબતે બે દિવસ થી લોકમુખે થતી ચર્ચા કે કોના સામે ગુનો દાખલ થશે, ઓરીજનલ વિડિઓ ના આધારે થશે કે પછી અમુક લોકો સામે જ ગુનો દાખલ થશે તેનો અંત આવ્યો હતો. ગુનો દાખલ થયાના દિવસે એક સોશ્યલ મીડિયા ન્યૂઝ ના બ્રેકીંગ પોસ્ટર માં જે નામો લખવામાં આવ્યા હતા તે નામ ફરિયાદ માં નથી ત્યારે તે પોસ્ટર પણ ચર્ચાનો વિષય બન્યો હતુ જોકે સમગ્ર પ્રકરણ માં પોલીસ આ ઘટનાના તમામ વિડિઓ આગેવાનો અને સોશ્યલ મીડિયામાંથી એકત્ર કરી આગળની તપાસ કરે તો વિડિઓ ના આધારે હજુ અનેક નમો ખુલી શકે તેવુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.હાલ તો ભોગ બનનાર ફરિયાદી ની ફરિયાદ ના આધારે વડિયા પોલીસમાં બીએનએસ કલમ 115 (2),352, 354 એનએસ અને અનુ. જાતિ ને અનુ. જન જાતિ પ્રતિબંધ અધિનિયમ 3(1)(e), 3(1)(r), 3(1)(s), 3(2)(va)ns મુજબ ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આગળ ધરવામા આવી છે.