વડિયાના ઢૂંઢિયા પીપળિયાના ડબલ મર્ડર કેસમાં આરોપીઓને તાત્કાલિક પકડી કડક સજા કરવા માંગણી
સિવિલ હોસ્પિટલથી મામલતદાર ઓફિસ સુધી મુખ્ય બજારમાં રેલી યોજી આપાયું આવેદનપત્ર
અમરેલી જિલ્લા ના છેવાડાના ગ્રામીણ તાલુકા એવા વડિયા ના ઢૂંઢિયા પીપળીયા ગામે 18મી જુલાઈ ના રોજ વૃદ્ધ ખેડૂત દંપતી ચકુભાઇ રાખોલીયા અને કુંવરબેન રાખોલીયા ઉંમર વર્ષ 70 ની કરવામાં આવેલી ઘાતકી હત્યાના પડઘા બીજા દિવસે વડિયા ખાતે જોવા મળ્યા હતા. વડિયા સીવીલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવેલાં મૃતદેહ ને જ્યાં સુધી આરોપીઓ પકડાય નહિ ત્યાં સુધી અસ્વીકાર કરવા ના એલાન સાથે ઢૂંઢિયા પીપળીયા ગામના લોકો મોટી સંખ્યામાં વડિયા સીવીલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
સીવીલ હોસ્પિટલ થી મામલતદાર ઓફિસ સુધી મુખ્ય બજાર માં રેલી સ્વરૂૂપે મોટી સંખ્યામાં લોકો જોડાઈને આ ઘટનાના આરોપીઓ ને તાતકાલિક પકડી ને કડક સજા કરવા સાથે આ કેસ સાથે જોડાયેલ આરોપીઓ ને ઢૂંઢિયા પીપળીયા ગામની મુખ્ય બજાર માં તેમનું સરઘસ કાઢવાની માંગણી સાથે ભારે આક્રોશ થી આવેદનપત્ર આયોવામાં આવ્યુ હતુ. આ આવેદનપત્ર અપાયા બાદ અમરેલી ડીવાએસપી ચિરાગ દેસાઈ વડિયા સીવીલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને સીવીલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત ગ્રામજનો સાથે ચર્ચા કરી કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપી લોકોને સમજાવી પોલીસને કાર્યવાહી માં સહકાર આપવા હાલ મૃતદેહ સ્વીકારવા અપીલ કરી હતી આ અપીલ ને માન્ય રાખી ગ્રામજનો એ મૃતદેહ સ્વીકારી મૃતક ના ઘરે લઇ જવામાં આવ્યો હતો. આ તકે વડિયા સીવીલ હોસ્પિટલ ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા અને તેમની ટીમ તથા તાલુકા ભાજપના પ્રમુખ વિપુલ વસાણીસહીત ની તાલુકાની ટીમ ઉપસ્થિત રહી કડક કાર્યવાહી ની માંગણી કરવામાં આવી હતી.હાલ આ કેસમાં જિલ્લા પોલીસ વડા સંજય ખરાત ના માર્ગદર્શન નીચે ડીવાએસપી ચિરાગ દેસાઈ, એલસીબી, એસઓજી અને વડિયા પોલીસ દ્વારા આરોપીને પકડવા માટેની સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપીઓ પકડાયા બાદજ આ ડબલ મર્ડર કેસના કારણો જાણવા મળી શકે એમ છે.