રાજુલાના સંધી-મુસ્લિમ સમાજના પ્રમુખના હત્યા કેસમાં આરોપીઓને મુકત કરતી કોર્ટ
10 વર્ષ પૂર્વે ખેલાયેલા ખુન કેસમાં રાજુલા સેશન્સ કોર્ટે આપ્યો શંકાનો લાભ
રાજુલાના સંધી-મુસ્લિમ સમાજનાં પ્રમુખની એક દશકા પહેલા થયેલી હત્યાના કેસમાં આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા રાજુલા સેશન્સ કોર્ટે હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ રાજુલામાં રહેતા અલાઉદીન ઉમરભાઈ જાખરા એ તા.1/3/20214ના રાજુલા પોલીસ સ્ઠેશનમાં પોતાના મોટાભાઈ સુમારભાઈનુ ખુન થયું હોવાની ફરિયાદ નોંધાવતાં જણાવેલ હતું કે બનાવના દિવસે ફરિયાદી અને તેના મોટાભાઈ સુમારભાઈ બંને સવારના સાડા દશેક વાગ્યાના અરસામાં રાજુલા બસ સ્ટેન્ડથી હીંડોરણા કાંટે જતાં હતાં ત્યારે હોટલ લોર્ડઝ લાયન નજીક પહોંચતાં રોડ કાંઠે બાબુભાઈ કવાડની દુકાન નજીકમાં એક અલ્ટો કારમાં દીલુભાઈ દડુભાઈ વાળા, બાબાભાઈ દડુભાઈ, જોરૂભા નાનાભાઈ, જશુભાઈ નાનાભાઈ (રહે.બધા રાજુલા)એ મારૂતિ ફ્રન્ટી કાર જીજે 14ઈ 6209 પાછળથી આવી સમારભાઈના મોટરસાઈકલ ઉભુ રખાવી ચારેય જણાઓ કારમાંથી નીચે ઉતરી અગાઉના મનદુ:ખના કારણે દીલુ દડુ વાળાએ કહુાડાનો એક ઘા માથામાં મારી બાબાભાઈ દડુભાઈએ તલવારના બે ઘા ડાબા ગોઠણ તથા જમણા હાથે મારી ઈજા કરી જોરૂભા નાનાભાઈએ કુહાડીના ઘા મારી જશુભાઈ નાનાભાઈએ લોખંડના પાઈપના ઘા મારી ગંભીર ઈજાઓ કરી નાશી ગયેલ અને સમારભાઈનું મૃતયુ નિપજાવવા અંગેની ફરિયાદ નોંધાવેલ હતી.
ઉપરોકત ફરિયાદની તપાસ દરમ્યાન પોલીસે ચારેય આરોપીઓની અટક કરી તપાસ પૂર્ણ થઈ જતાં પોલીસે ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી દીધેલ હતું. આ તમામ આરોપીઓનો કેસ રાજુલા સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતાં આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કરવામાં આવેલ છે.
આ કેસમાં આરોપીઓ તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસના અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉધરેજા, રાકેશ ભટ્ટ, તારક સાવંત, જીજ્ઞેશ લાખાણી, ચેતન પુરોહિત તથા રાજુલાના એડવોકેટ રમેશ ધાખડા વિગેરે રોકાયેલા હતાં.