અમરેલી બંધને મિશ્ર પ્રતિસાદ, કલમ 144 લદાઈ
ભાજપની આંતરિક લડાઈનો ભોગ બનેલી યુવતી માટે ન્યાયની લડતનો પ્રારંભ, નાની-મોટી બજારો ખૂલી જ નહીં
કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીના 48 કલાકના અનશન પૂર્ણ, તબિયત લથડતાં તબીબો દ્વારા ચેકઅપ કરાયું
અમરેલીમાં ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા અને ભાજપના પૂર્વ હોદેદાર મનિષ વઘાસિયાની આંતરિક લડાઈમાં નિર્દોષ પાટીદાર યુવતિનું સરઘસ કાઢી પટ્ટા વડે મારમારવાની ઘટનાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. અને કોંગેસના નેતા પરેશ ધાનાણીના આજે 48 કલાકના અનશન પૂર્ણ થયા હતા બીજી તરફ ધાનાણીએ આજે આપેલા અમરેલી બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો અને સવારથી જ નાની-મોટી અડધી બજારો બંધ રહી હતી. જ્યારે આગામી સોમવારે આ ઘટનાના વિરોધમાં સુરત ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.
બીજી તરફ આજે બંધના એલાન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે કલમ 144 લાદી દેવામાં આવી છે અને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે. પોલીસ અત્યાચારનો ભોગ બનેલી નિર્દોષ યુવતિને ન્યાય અપાવવા કોંગ્રેસે મોરચો ખોલી દીધો છે. અને પરેશ ધાનાણીએ આજે વેપારીઓને રાજકીય નહીં પરંતુ સ્વયંભૂ બંધ પાળી ન્યાયનો પડઘો પાડવા લોકોનું સમર્થન માગ્યું હતું. અને આજે અમરેલી બંધનું એલાન આપ્યું હતું. જેને લોકોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો.
કોંગ્રેસે નિર્દોષ યુવતિનું સરઘસ કાઢી પટ્ટા મારનાર પોલીસને સસ્પેન્ડ કરવા માટે 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને સસ્પેન્ડ ન કરાય તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની જાહેરાત કરી છે. આ પૂર્વે 48 કલાકના અનશન દરમિયાન ધાનાણીની તબિયત લથડતા તબીબો દ્વારા તેનું મેડિકલ ચેકઅપ કરાયું હતું અને તબીબો તથા આગેવાનોના આગ્રહથી થોડુ પાણી લીધુ હતું. બનાવટી લેટરકાંડમા પાટીદાર યુવતી પર અત્યાચારના મુદે ચોવીસ કલાકના ઉપવાસ કરનાર પરેશ ધાનાણીએ આજે આ ઉપવાસ આંદોલન વધુ ચોવીસ કલાક લંબાવી આવતીકાલે અડધો દિવસ અમરેલી બંધની અપીલ કરી હતી. પરેશ ધાનાણીના ચોવીસ કલાકના ઉપવાસ ગઈ સવારે સાડા દસ વાગ્યે પુર્ણ થયા હતા. પરંતુ લડતને આગળ ધપાવતા તેમણે આ ઉપવાસ આંદોલનને વધુ ચોવીસ કલાક લંબાવવાની જાહેરાત કરી હતી. અને લડતનો વ્યાપ વધારવાની પણ ઘોષણા કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે ગુજરાતના દરેક જિલ્લા, તાલુકા, શહેરમા નારી સ્વાભિમાન મંચની રચના કરવામા આવશે. અને દરેક તાલુકા મથકો પર ન્યાય માટે આંદોલન આપવામા આવશે.
તેમણે ગુજરાતના સાધુ સંતો, સમાજના શ્રેષ્ઠીઓ અને સંસ્થાઓને પણ લડતનુ સમર્થન કરવા અપીલ કરી હતી. આ મુદે આવતીકાલે બપોર સુધી અડધો દિવસનો બંધ પાળવા વેપારીઓને અપીલ કરી હતી. તેમણે ગુજરાતની મહિલાઓને એવી અપીલ પણ કરી હતી તમે જયાં પણ રહેતા હો ત્યાં આજુબાજુના ઘરના દરવાજા ખટખટાવી મહિલા સ્વાભિમાન માટે રાજયની દરેક મહિલાને જાગૃત કરવા પ્રયાસ કરો. તેમણે લોકોને કોઇ આંદોલનને ભટકાવવાનો પ્રયાસ કરે તો તેને રોકવા પણ અપીલ કરી હતી.અમરેલીમાં 144મી કલમ લાગુ કરવામાં આવીબીજી તરફ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ એટલે કે 144નુ જાહેરનામુ પ્રસિધ્ધ કરી સમગ્ર જિલ્લામા ચાર કે તેથી વધુ વ્યકિત ભેગા થવા પર પ્રતિબંધ મુકયો છે.
આ જાહેરનામુ આગામી 22મી તારીખ સુધી અમલમા રહેશે.એસપીની કોલ ડિટેઇલની તપાસ થવી જોઇએપરેશ ધાનાણીએ એવી માંગ પણ ઉઠાવી હતી અમરેલી જિલ્લા પોલીસવડા ઉપરાંત રાજકીય નેતાઓ વચ્ચે થયેલી વાતચીત અને મેસેજની વિગતો બહાર આવવી જોઇએ અને તેમની કોલ ડિટેઇલની તપાસ થવી જોઇએ.
સાંસદ રૂપાલા ફોન ઉપર જવાબ આપી શક્યા નહીં
અમરેલીમાં લેટરકાંડ અત્યારે ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, આ મામલે અત્યારે અનેક વિગતો પણ સામે આવી રહીં છે. અનેક લોકોના નિવેદનો પણ સામે આવી રહ્યાં છે. અમરેલીની પીડિતા પાયલ ગોટી મામલે ભાજપના નેતાને કોલ કરાયો હોવાનો એક ઓડિયો વાયરલ થયો છે. ભાજપના નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરષોત્તમ રૂૂપાલાને એક નાગરિકે કોલ કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે સાવરકુંડલાના નરેશ નામના વ્યક્તિએ રાજરોટના સાંસદ પરશોત્તમ રૂૂપાલાને કોલ કર્યો હોવાનું સામે આવ્યું છે. પાયલ ગોટીને ખોટી રીતે ફરિયાદમાં સાક્ષી બનાવવાને બદલે આરોપી બનાવી તે અંગે રૂૂપાલાએ દુ:ખદ ઘટના કહીને જવાબ આપવાનું ટાળી દીધું હતું. નરેશ નામના વ્યક્તિએ પદીકરીને આરોપી બનાવી, સરઘસ કાઢવામાં આવ્યું, અમરેલી એસ.પી. સામે શું પગલા લેશો?થ તેવા સવાલો કર્યાં હતા. પરંતુ પરશોત્તમ રૂૂપાલાએ માત્ર દુ:ખદ ઘટના કહીને જવાબો આપવાનું ટાળી દીધું હતું અને પરશોતમ રૂૂપાલાએ તમે પત્રકાર છો? ક્યા છાપા માંથી છો? તે કહો તેવા શબ્દો કહીને કોલ કાપી નાખ્યો હતો. પરશોત્તમ રૂૂપાલાને કરેલા કોલનો ઓડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ ખુબ જ વાયરલ થયો છે.