અમરેલીમાં અસામાજિક તત્ત્વોએ ખુલ્લેઆમ કરેલા દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું
બુટેલગર સહિત ત્રણ શખ્સોએ સરકારી જમીન પર બાંધકામ ખડધી દીધું હતું
ગુજરાત ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં માથાભારે અસામાજિક તત્વો હિસ્ટ્રીશીટરો દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યા હતા, તેના ઉપર થોડા દિવસ પહેલા જ ગુંડા તત્વોની યાદીઓ તૈયાર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં અમરેલી જિલ્લામાં કેટલાક બાંધકામ અને સૌથી વધુ વીજવિભાગના ગેરકાયદેસર કનેશન કટ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ આજે ફરી અમરેલી શહેરના કેટલાક દબાણ દૂર કરવા માટે તંત્ર નગરપાલિકા પોલીસ તંત્રની સંયુક્ત ટીમો દ્વારા ડિમોલિશનની કામગીરી શરૂૂ કરતાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે.
પીજીવીસીએલ નગરપાલિકાની ટીમ પૂરતો પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરી કુંકાવાવ નાકા વિસ્તારમાં પુનાભાઈ જોગસ્વા દ્વારા ગેરકાયદેસર તબેલો બનાવ્યો હતો. ધર્મેશ વાળા દ્વારા કેરીયા રોડ ઉપર દુકાન, મકાન સરકારી જગ્યામાં બનાવેલ હતું અને રોકડીયા પરા વિસ્તારમાં જીતુ ખાખડીયા દ્વારા દુકાન મકાન સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બનાવેલું હતું.
આ ઉપરાંત અમરેલી શહેરમાં કુંકાવાવ નાકા વિસ્તારમાં પુનાભાઈ રામભાઈ જોગસ્વાએ 300 ચોરસ મીટર દબાણ સરકારી જમીન પર કરવામાં આવ્યું હતું. પુના ઉપર અગાઉ 6 જેટલા મારામારી જુગાર જેવા ગુન્હાઓ નોંધાય ચુક્યા છે, જેના કારણે પોલીસ ચોપડે માથાભારે ઇસમનો ગુન્હાહિત ઇતિહાસ હોવાને કારણે આજે નગરપાલિકા ટીમ વહીવટી તંત્ર મામલરદાર પીજીવીસીએલ વિભાગ પોલીસ તંત્ર સંયુક્ત અધિકારીઓની ટીમો દ્વારા વહેલી સવારે બુલડોઝર ફેરવી દેવાતા ફફડાટ ફેલાયો હતો. ત્યારબાદ શહેરમાં આવેલા રોકડીયા પરા વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર મકાન તથા એક દુકાન 18સ18 ફૂટની સર્વે નંબર 334 પર બુટલેગર અને હિસ્ટ્રીશીટર કુલ 22 ગુન્હાઓ ધરાવતો ધર્મેશ ઉર્ફે ધમો ઉર્ફે ધર્મેન્દ્ર મનુભાઈ વાળા દ્વાર દબાણ કર્યું હતું, તેની ઉપર બુલડોઝર ફેરવી દેવામાં ગુન્હેગારોમાં ફફડાટ ફેલાયો હતો.
અમરેલી શહેરમાં રોકડીયાપરા વિસ્તારમાં આવેલી સરકારી જમીન ઉપર આદેશ પાનની દુકાન ગેરકાયદેસર રીતે બુટલેગર જીતુભાઇ લખુભાઈ ખાખડીયા દ્વારા સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણ કર્યું હતું,