For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાની કનેક્શન ધરાવતા મૌલાનાના ધારીમાં આવેલા મદરેસા પર બુલડોઝર ફર્યુ

05:19 PM May 13, 2025 IST | Bhumika
પાકિસ્તાની કનેક્શન ધરાવતા મૌલાનાના ધારીમાં આવેલા મદરેસા પર બુલડોઝર ફર્યુ

ગુજરાતમાં, પોલીસે મૌલાના દ્વારા સંચાલિત એક મદરેસા પર બુલડોઝર ચલાવ્યું છે, જેના પાકિસ્તાની લિંક્સ સામે આવ્યા બાદ આ કાર્યવાહી કરાઈ. આ મદરેસા મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ ચલાવી રહ્યા હતા. મૌલાનાના ફોનમાં પાકિસ્તાની કનેક્શન ધરાવતા અનેક વોટ્સએપ ગ્રુપ મળ્યા બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી.

Advertisement

અમરેલીના DSP PR રાઠોડે જણાવ્યું હતું કે SDMની તપાસમાં જાણવા મળ્યું છે કે મદરેસામાં દસ્તાવેજો નહોતા.સંચાલકો એ જાહેર કરવામાં નિષ્ફળ ગયા કે મદરેસાની જમીન તેમની છે અને બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું હતું. ઘટનાસ્થળે ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. જોકે, પોલીસને કોઈ પ્રતિકારનો સામનો કરવો પડ્યો નહીં.પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ગુજરાત પોલીસે અમરેલીથી શંકાસ્પદ મૌલાનાની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન તેનું પાકિસ્તાની કનેક્શન પ્રકાશમાં આવ્યું. તેના ફોનમાંથી સાત શંકાસ્પદ પાકિસ્તાની અને અફઘાની વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા હતા.

મૌલાનાની પૂછપરછ કરીને, પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તે પાકિસ્તાનમાં કોના સંપર્કમાં હતો અને તેનો હેતુ શું હતો.મૌલાના વિરુદ્ધ ધારી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. મૌલાના મૂળ અમદાવાદના છે અને અમરેલીમાં એક મદરેસા ચલાવતા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્રેએ કાર્યવાહી કરી. જઙ અને કલેકટરની અલગ અલગ ટીમોએ મદરેસા અંગે તમામ દિશામાં તપાસ કરી હતી. અગાવ સરકાર દ્વારા લાભાર્થી માટે મફત પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. જે પ્લોટ પર મદરેસા ઉભા કરવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement