વરસાદ ખેંચાતા વડિયાના સુરવો ડેમમાં સૌની યોજનાનું પાણી આપો : બાવકુ ઊંધાડ
સમગ્ર સૌરાષ્ટ્ર સહીત અમરેલી જિલ્લા માં ચાલુ વર્ષે ઓછા વરસાદ ને કારણે અનેક જળાશયો તળિયા ઝાટક ખાલી જોવા મળે છે. અમરેલી જિલ્લા માં ઓછા વરસાદ ને કારણે વડિયા વિસ્તાર ના ખેડૂતોની જીવાદોરી સમાન સુરવો ડેમ હજુ ખાલીખમ છે.
બીજી બાજુ ચોમાસાની ચાલુ સીઝનમાં હાલ ખેડૂતોનો ઉભો પાક વરસાદના અભાવે મુરજાતો જાય છે ત્યારે વડિયા થી ઉપરના ભાગમાં સૌની યોજના નો વાલ્વ રામપુર ખાતે મુકવામા આવેલ છે. આ વાલ્વ ખોલવામા આવે તો સુરવો નદી ના વિસ્તાર ના ગામડાઓ જેવાકે રામપુર, તોરી, ખાન ખીજડીયા, મોરવાડા,વડિયા સહિતના ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રાહે અને ખેતીના પાક ને બચાવી શકાય સાથે પશુઓ માટે ઘસચારા ને પણ બચાવી શકાય આ બાબતે અમરેલી જિલ્લા ના ખેડૂત નેતા, ભામાશા એવા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સિંચાઈ મંત્રી કુંવરજી બાવળીયા ને પત્ર લખી ખાસ કિસ્સા માં વડિયા વિસ્તાર માં ઓછા વરસાદ ને હાલ ખેંચાયેલા વરસાદ બાબતે ખેડૂતોની ચિંતા કરી સૌની યોજનાનું પાણી છોડવા માંગણી કરવામાં આવી છે.જો પૂર્વ કેબિનેટ મંત્રી ની આ રજુવાત પ્રત્યે સરકાર હકારાત્મક વલણ આપનાવે તો ચોક્કસ ખેડૂતો અને પશુપાલકો ને ફાયદો થાય અને ખેતી ના મુરજાતા મોલ ને જીવાતદાન આપી શકાય.