રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમરેલી લેટરકાંડ: પોલીસ દમન સામે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં ફરિયાદ

05:27 PM Jan 18, 2025 IST | Bhumika
Advertisement

અમરેલી લેટરકાંડ પ્રકરણમાં રાજયભરમાં ઘેરા પડઘા પડયા છે. જે પ્રકરણમાં જવાબદાર ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. છતા લેટરકાંડનો મુદો હજુ શાંત પડયો ન હોય તેમ હાઇકોર્ટમાં પ્રેકટીસ કરતા રાજકોટના યુવા એડવોકેટ બ્રિજ શેઠે પોલીસ દમન સામે નેશનલ હ્યુમન રાઇટસ કમિશનમાં ફરીયાદ દાખલ કરી ભોગ બનનાર દિકરીને ન્યાય અપાવવા અપીલ કરી છે.

Advertisement

આ અંગે જાણવા મળતી વિગત મુજબ અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ભાજપ અગ્રણીના લેટરપેડનો તેમજ સહી અને સિકકાનો દુરઉપયોગ કરવામાં આવેલ હોવાના કથીત બનાવ આધારે એફ.આઈ.આર. નોંધવામાં આવેલ હતી. જે ફરીયાદમાં આરોપીઓની ધડપકડ થયેલ અને પાટીદાર સમાજની એક યુવા દીકરીને પણ આરોપી બનાવી મોડી રાતે તેણીના નિવાસ સ્થાનેથી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ. રીક્ધસ્ટ્રકશનના બહાને મહીલા આરોપી સહીત તમામ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવેલ. નેશનલ હયુમનરાઈટસ કમિશનની ગાઈડલાઈન વિરૂૂધ્ધ મહીલા પ્રજાજનના બંધારીણીય હકકો અને માનવ અધિકાર ઉપર પોલીસના અતીક્રમણ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં પ્રકટીશન કરતા બ્રિજ વિકાસ શેઠે નેશનલ હયુમન રાઈટસ કમિશનમાં ફરીયાદ કરેલ છે.

જે તે ફરીયાદમાં તેમણે ભોગ બનનાર દિકરી અને તેને વેઠેલી તકલીફો તેમજ પોલીસ તંત્ર અને જવાબદાર અધિકારીઓ દ્વારા તેની સાથે કરવામાં આવેલ ગેરકાયદેસર, અપમાનજનક, ગેરબંધારણીય તેમજ માનવીય અધિકારનો સરેઆમ ભંગ થયા બદલ ભોગ બનનાર દિકરીને ન્યાય આપવા માટે નેશનલ હયુમન રાઈટસ કમિશનને વિનંતી અરજી કરેલ છે. કમિશને આ ફરીયાદ સ્વીકારી તા.16/1/25ના રોજ રજીસ્ટર કરેલ છે. ટૂંક સમયમાં આગળની કાર્યવાહી થશે. દિકરીને ન્યાય આપવા માટે ગુજરાત હાઇકોર્ટમાં પ્રેકટીશ કરતા એડવોકેટ બ્રિજ વિકાસ શેઠે ફરીયાદ કરેલ છે.

Tags :
amreliAmreli letter scandalamreli newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement