રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમરેલી ભાજપના સાંસદ-ધારાસભ્યોને મોઢું ખોલવા પડકાર

11:31 AM Jan 18, 2025 IST | Bhumika
Advertisement

પાયલ ગોટી ઉપર થયેલ અત્યાચાર મામલે માજી સાંસદ વિરજી ઠુંમર ભાજપના સાંસદ અને ત્રણ ધારાસભ્યોને લખ્યો ખુલ્લો પત્ર

Advertisement

સંઘાણી-રૂપાણી-રૂપાલા જેવા નેતાઓએ ઘટનાને વખોડી છતાં સ્થાનિક ધારાસભ્યો અને સંસદસભ્ય કેમ મૌન?

અમરેલી ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા અને ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ મનિષ વઘાસિયાની પત્રવોરમાં નિર્દોષ ટાઈપિસ્ટ યુવતિની મધરાત્રે ધરપકડ કરી સરઘસ કાઢવાના અને પોલીસ સ્ટેશનમાં માર મારવાની ઘટનાના ઉગ્ર પડઘા પડતા ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને સમગ્ર ઘટનાની તપાસ આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવતા આગામી દિવસોમાં મોટા ધડાકા થાય તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. તે પૂર્વે ભીંસમાં મુકાયેલા ભાજપના નેતાઓ ભોંભીતર થઈ જતાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુંમરે અમરેલી જિલ્લાના ભાજપના ધારાસભ્યોને ખુલ્લો પત્ર લખી અભિપ્રાય આપવા માંગણી કરી છે.

અમરેલી જિલ્લાના જ કોંગ્રેસના સિનિયર મોસ્ટ પાટીદાર નેતા વિરજી ઠુંમરે અમરેલીના ભારે ચર્ચિત સરઘસકાંડ મામલે પોતાના અભિપ્રાય આપવા પાટીદાર સાંસદ ભરત સુતરિયા ઉપરાંત જિલ્લાના ત્રણ પાટીદાર ધારાસભ્યો મહેશ કશવાલા, જનક તળાવિયા તથા જે.વી. કાકડિયાને પત્રો લખ્યા છે. જો કે, ભાજપના આ ચારમાંથી એક પણ નેતાએ આ મામલે કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી. 15 દિવસ પહેલા આ ઘટના બની ત્યારે મહેશકશવાલા આ ઘટનાના મુખ્ય પાત્ર એવા ધારાસભ્ય કૌશિક વેકરિયાના બચાવામાં આવ્યા હતાં. પરંતુ લોકોનો આક્રોશ જોઈને હવે તેઓ પણ મૌન થઈ ગયા છે. વિરજી ઠુંમરે પત્રમાં જણાવેલ છે કે, એક રાજકીય કોન્ટ્રાકટરને ત્યાં ક઼રજ બજાવતી અમરેલી તાલુકાનાં વિઠ્ઠલપુર ગામની યુવતી પાયલ ગોટીને રાત્રે 12:00 વાગે પોલીસ ઘરેથી ઉઠાવી જાય છે અને ધરપકડ બીજા દિવસની બતાવવામાં આવે છે.

LCBના પોલીસ અધિકારી PSI સહિત પાંચ વ્યક્તિઓ સાથે વિઠ્ઠલપુર મુકામેથી તેમને લઈ ગયા. આ બાબતે નારી સ્વાભિમાન આંદોલન રાજકમલ ચોકમાં યોજી જુદી જુદી સામાજીક સંસ્થાઓનો ટેકો લઈ એક આંદોલન કરવામાં આવેલ હતું. અમરેલી અડધો દિવસ બંધનું પણ એલાન આપવામાં આવેલ હતું. ત્યારબાદ સુરત ખાતે પાયલને ન્યાય મળે તે માટે એક દિવસ પ્રતિક ઉપવાસ કોઇ રાજકીય બાબતોને ધ્યાને લીધા સિવાય માત્રને માત્ર દિકરીને ન્યાય આપવા માટે કરવામાં આવેલ. આ બાબતે સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટની ગાઇડલાઇનનું સંપુર્ણ અવમુલ્યન થયુ છે.

પોલીસે પોતાનો સીવીલ કોડ છોડીને કાર્યવાહી કરી છે તે બાબતે અમરેલીના પનોતા પુત્ર અને રાજકોટનાં સાંસદ પુર્વ મંત્રી પુરૂષોત્તમભાઇ રૂૂપાલા, ઇફકોના પુર્વ ચેરમેન પુર્વ સાંસદ દિલીપભાઇ સંઘાણી, પુર્વ સાંસદ નારણભાઇ કાછડીયા, રાજ્યનાં પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના જુદી જુદી સંસ્થાઓના અનેક આગેવાનોએ આ કૃત્ય ખોટું થયુ છે. ત્યારે આ બાબતે આપનો શું અભિપાય છે? તે જાહેરજીવનના આગેવાન તરીકે અને અમરેલીના પ્રજાજન તરીકે મને તેમજ મતવિસ્તારના આપને આપેલા મતદારોને પણ જાણવાનો અધિકાર છે. આપનો શું અભિપ્રાય છે? તે બાબતનું પ્રેસનિવેદન કરીને અમરેલી જિલ્લાની જનતાને જણાવવામાં આવે તેવી આ પત્રથી વિનંતી કરી રહ્યો છું.

Tags :
amreliAmreli BJPamreli newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement