અમરેલીમાં મિત્રને વેપાર કરવા આપેલા 15.80 લાખ પરત ન આપતા યુવકે ફિનાઇલ પીધું
પૈસાની ઉઘરાણી કરીશ તો પોલીસમાં પકડાવી દઇશ મિત્રએ ધમકી પણ આપી
અમરેલીમાં 26 વર્ષિય યુવકે મિત્રને દવાનો વેપાર કરવા આપેલા 15.80 લાખ પરત ન આપતા યુવકે ફોરવર્ડના ગેઈટ પાસે જઈને રાતે ફીનાઈલ ગટગટાવી લીધી હતી.તેમજ મિત્રના પિતાએ પૈસાની ઉઘરાણી કરીશ તો પોલીસમાં પકડાવી દેવાની ધમકી આપતા યુવકે આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલો સીટી પોલીસ મથકે પહોંચ્યો હતો.
અમરેલીમાં દેના બેંક સોસાયટી ગોપી ટોકીઝ પાછલ રહેતા મોહિતસિંહ રાજેન્દ્રસિંહ બસન(ઉ.વ.26)એ જાણવા જોગમાં પોલીસને જણાવ્યું હતુ કે આઠેક મહિના પહેલા અમરેલીમાં તેના મિત્ર નિર્મળ પરસોત્તમભાઈ રામાણીને પ્રોસ્ટીસાઈઝની દવાની કંપની છે તેની સાથે દવાનો વેપારમાં પાર્ટનરશીપ પેટે રૂૂપિયા 15,80,000 આપ્યા હતા. તેમજ નિર્મળે તેને જણાવ્યું હતું કે દવાનું ચાલુ કરેલ છે અને ત્યાર પછી આ નિર્મળે કોઈ દવામાં પૈસા રોક્યા ન હતા. નિર્મળને પૈસા પાસા આપવાનું કહેતા કોઈ જવાબ આપતો ન હતો.
આ ઉપરાંત નિર્મળના પિતાએ મોહિતસિંહ બસનને પૈસાની ઉઘરાણી કરીશ તો પોલીસમાં પકડાવી દઈશની ધમકી આપી હતી. જેના કારણે મોહિતસિંહ બસનને મનમાં લાગી આવ્યું હતું 26 ઓગસ્ટના રોજ રાત્રીના સાડા દસ વાગ્યે અમરેલીના ફોરવર્ડ સ્કૂલના પાછળના ગેઈટ પાસે જઈ ફિનાઈલ ગટગટાવી લીધી હતી. આ અંગે અમરેલી સીટી પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ એમ.વી.મકવાણા વધુ તપાસ ચલાવી રહ્યા છે.