ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમરેલીની યુવતીને પટ્ટા મારવાના કાંડમાં 3 પોલીસકર્મીના પટ્ટા ઉતર્યા

11:39 AM Jan 13, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

નાની માછલીઓ પહેલા નિશાન બની, એલસીબીના ત્રણ પોલીસ કર્મચારી સસ્પેન્ડ

મોટી માછલીઓનો વારો કયારે? રાજય સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવા તૈયારી

અમરેલીમાં ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરીયા અને ભાજપના પૂર્વ હોદેદાર મનિષ વઘાસીયાની આંતરીક લડાઇમાં નિર્દોષ ટાઇપીસ્ટ યુવતીની અડધી રાત્રે ધરપકડ કરી પટ્ટા મારવાના કાંડમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ પટ્ટામારનાર પોલીસ સ્ટાફના પટ્ટા ઉતરે નહીં ત્યા સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરતા જ સરકારના પગ નીચે રેલો આવ્યો છે. અને આ કાંડમાં સંડોવાયેલી નાની માછલી જેવા ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામા આવ્યા છે. અને હજૂ આ પ્રકરણમાં અન્ય પોલીસના પટ્ટા ઉતરી જાય તેવી શકયતા છે.

બીજી તરફ મોડેમોડે જાગેલી સરકાર હવે આ પ્રકરણની તપાસ ઉચ્ચ પોલીસ અધિકારીને સોંપે તેવા નિર્દોષો મળી રહ્યા છે.

અમરેલીના ચર્ચિત લેટરકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ના ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લા પોલીસ વડા (SP) સંજય ખરાતે આ કડક કાર્યવાહી કરી છે. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં કિશન આસોદરીયા, વરજાંગ મૂળયાસીયા અને મહિલા પોલીસ કર્મી હિનાબેન મેવાડાનો સમાવેશ થાય છે.

આ સમગ્ર મામલો ત્યારે શરૂૂ થયો જ્યારે અમરેલીના તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામનું નકલી લેટરપેડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું. આ અંગે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. પરંતુ વિવાદ ત્યારે વધ્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઈપિસ્ટ તરીકે કામ કરતી પાટીદાર યુવતીનું સરઘસ કાઢ્યું. આ ઘટના બાદ રાજ્યના નેતાઓ અને પાટીદાર સમાજના અગ્રણીઓએ પાયલ ગોટીના સમર્થનમાં આવીને ધરણાં અને વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને ન્યાયની માંગણી કરી હતી.

આ કેસમાં પોલીસની કાર્યવાહી પર સતત સવાલો ઉઠી રહ્યા હતા. પાયલ ગોટીએ જેલમાંથી બહાર આવ્યા બાદ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા, જેમાં તેને પોલીસ દ્વારા પટ્ટા મારવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

પાયલ ગોટીના આ આક્ષેપોને ધ્યાનમાં રાખીને એક સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી હતી, જેમાં ઉુતા એ.જી.ગોહિલ, મહિલા ઙ.ઈં. આઇ.જે. ગીડા અને મહિલા ઙજઈં એચ.જે.બરવાડીયાનો સમાવેશ થાય છે.

અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરી હતી.

 

Tags :
amreliamreli newsgujaratgujarat newspolicemen suspended
Advertisement
Advertisement