અમરેલીની અમર ડેરીમાં રૂપાલા-સંઘાણી સહિત 27 ડિરેકટર બિનહરીફ
અમરેલી જિલ્લાની સૌથી મોટી દૂધ ઉત્પાદક સંસ્થા અમર ડેરીની ચૂંટણીમાં તમામ 17 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી, રાજકોટના સાંસદ પરષોત્તમ રૂૂપાલા, અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયા અને વાઈસ ચેરમેન મુકેશ સંઘાણી સહિતના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
વર્ષ 2002થી અમર ડેરીમાં બિનહરીફ વરણીની પરંપરા જળવાઈ રહી છે. આ સંસ્થા 500 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવે છે. અમરેલી જિલ્લાના 35 હજાર પરિવારોને રોજગારી પૂરી પાડતી આ ડેરી સાથે હાલમાં 532 મંડળીઓ જોડાયેલી છે.
વર્ષ 2002માં દિલીપ સંઘાણી અને પરષોત્તમ રૂૂપાલાના નેતૃત્વમાં દૂધ સંઘની સ્થાપના થઈ હતી. 2005માં અમર ડેરીનો પાયો નંખાયો અને 2007માં તેની શરૂૂઆત થઈ હતી. શરૂૂઆતમાં માત્ર 26 દૂધ મંડળીઓ અને 1,250 લિટર દૈનિક દૂધ ઉત્પાદન હતું. આજે તે વધીને દૈનિક 2 લાખ લિટર થયું છે.
નવા ડિરેક્ટર્સમાં અશ્વિન સાવલિયા, મુકેશ સંઘાણી, દિલીપ સંઘાણી, પરષોત્તમ રૂૂપાલા, અરુણ પટેલ, ચંદુ રામાણી, ઠાકરશી શિયાણી, રાજેશ માંગરોળીયા, રામજી કાપડિયા અને કમલેશ સંઘાણીનો સમાવેશ થાય છે. મહિલા ડિરેક્ટર્સમાં કંચન ગઢિયા, જયા રામાણી, ભાનુ બુહા, ભાવના ગોંડલીયા, અરુણા માલાણી, ભાવના સતાસીયા અને રેખા કાકડીયાની વરણી થઈ છે.