For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માફી માગી લેતા ડો.આર્યને ફરીથી ફરજ પર લેવાયા

05:15 PM Jul 31, 2024 IST | admin
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માફી માગી લેતા ડો આર્યને ફરીથી ફરજ પર લેવાયા

ઇતિહાસ ભવનમાં ભરતી મામલે ડો.ધીરેન પંડયા પણ નિર્દોષ જાહેર

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઇન્ચાર્જ કુલપતી ડો.ભીમાણી દ્વારા સંસ્થાની શાખને હાની પહોંચાડવા બદલ એચસીડીએસના ડાયરેકટર ડો.કલાધર આર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેેને ફરી માલવીયા મિશન ટીચર્સ ટ્રેનીંગ સેન્ટરમાં ડાયરેકટર તરીકે અને આ સેન્ટરમાં એસોસીએટ પ્રોફેેસર તરીકે નોકરી કરતા ડો.ધીરેન પંડયાને પણ નિર્દોષ જાહેર કરી ફરી ફરજ પર લઇ લેવામાં આવ્યા છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં ઇન્ચાર્જ કુલપતિ ડો.કમલ ડોડીયા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલસચિવે કહ્યું હતું કે બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં ડો. કલાધર આર્યને પરત ફરજ પર લેવા માટેનો નિર્ણય લેવાયો છે. હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટરના ડાયરેક્ટર ડો. કલાધર આર્યના સંદર્ભમાં રચાયેલી તપાસ સમિતિના અહેવાલ અનુસાર ડો. કલાધર આર્યએ પત્રકાર પરિષદ બોલાવી હતી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શાખને નુકસાન થાય એવું કાર્ય કર્યું છે, પરંતુ ડો. કલાધર આર્યએ બોર્ડ ઓફ મેનેજમેન્ટ સમક્ષ લેખિત તથા મૌખિક માફી માગી છે. આથી બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા ડો. કલાધર આર્યની ફરજ મોકુફી પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઈતિહાસ વિષયની આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી સંદર્ભમાં રચાયેલ તપાસ સમિતિના અહેવાલ મુજબ તત્કાલિન કુલસચિવ ડો. ધીરેન પંડ્યાનો વરણી સમિતીમાં કોઈ રોલ ન હોય, ડો. ધીરેન પંડ્યાને નિર્દોશ જાહેર કરવામાં આવેલ છે.

Advertisement

આ પ્રકરણમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં ખોટી રીતે સિલેક્શન કરવા મામલે ડો. પંડ્યા સામે તપાસ ચાલી રહી હતી. જેમાં માર્કમાં 1માંથી 10 થઈ ગયા બાદ તે આસિસ્ટન્ટ પ્રોફેસર જીતેશ સાંખટને ફરજ પર લીધા બાદ છુટ્ટા કરવામા આવ્યા હતા. જોકે, આ પ્રકરણમાં તત્કાલીન કાર્યકારી કુલસચિવ ડો. પંડ્યાને બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement