રાજકોટના યુવાનને જર્મનીમાં બેઠા બેઠા સીસીટીવી જોતાં માલૂમ પડ્યું કે તેના મકાનમાં ચોરી થઈ’ તી
શહેરના ઈન્દિરા સર્કલ પાસે આવેલા રોયલ પાર્કમાં રહેતા વેપારી યુવાન છેલ્લા ચારેક વર્ષથી જર્મનીમાં રહી વેપાર કરતા હોય તેઓએ પોતાના મોબાઈલમાં રાજકોટના મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાની ગતિવીધી જોતા માલુમ પડયું હતું કે, તેમના મકાનમાં અજાણ્યા શખ્સો ઘુસી ચોરી કરે છે. આ બાબતે વેપારીએ તુરંત તેમના સોસાયટીમાં રહેતા મિત્રને ચોરી અંગે જાણ કરી તપાસ કરવાનું કહેતા મકાનમાં રહેલા દાગીના અને રોકડ સહિતની રૂા. 1.17 લાખની ચોરી થયાનું માલુમ પડ્યું હતું. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ શખ્સોને સકંજામાં લઈ પુછપરછ શરૂ કરી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ઇન્દિરા સર્કલ પાસે રોયલ પાર્ક શેરી નંબર 3/7 ના ખૂણે શિલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી યુવાન યશ અશોકભાઈ કણજારીયાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના ઘરની સામે ધૈર્ય નામનું મકાન આવેલું છે. જે તેમના મિત્ર ધૈર્ય જયંતીભાઈ સોલંકીનું હોય જે છેલ્લા ચાર વર્ષથી જર્મની રહે છે. કોરોનાકાળમાં તેમના માતાનું અવસાન થયું હતું અને પિતાનું સાતેક મહિના પૂર્વે અવસાન થયું છે. ત્યારે પાંચ માસ પૂર્વે ધૈર્યભાઈ જર્મનીથી અહીં આવ્યા હતા અને બાદમાં તાળા મારી પરત જતા રહ્યા હતા.
ગઈકાલ બપોરના ત્રણેક વાગ્યા આસપાસ ફરિયાદી પોતાની ઓફિસ રામાપીર ચોકડી ખાતે હતા ત્યારે ત્યારે ધૈર્ય ભાઈનો જર્મનીથી ફોન આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે, બપોરના અઢી વાગ્યા આસપાસ મારા ઘરે ચોર આવેલા છે ઘરમાં લાગેલા વાઇફાઇ કેમેરાથી જોવા મળેલ કે મારા ઘરમાં બારી તોડી કોઈ અજાણ્યા માણસો અંદર ગયા છે જેથી તમે મારા ઘરે જાવ. પાડોશી અલ્પેશભાઈ રૂૂપાણીને ઘરની ચાવી આપી હોય જેથી ફરિયાદી અહીં અલ્પેશભાઈ પાસેથી ચાવી લઈ ઘર ખોલ્યું હતું.
ધૈર્યભાઈને વિડીયો કોલ કરી રૂૂમ બતાવેલ બાદમાં તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, જૂની સોનાની ચાર બંગડી કિં.રૂૂ. 70,000, ચાંદીના બે જોડી સાંકડા કિં. રૂૂ. 2000, રોકડ રૂૂપિયા 45,000 સહિત કુલ રૂૂપિયા 1.17 લાખની મત્તા કોઈ શખસો ઘરમાં ઘૂસી રસોડાની બારી તોડી રૂૂમમાં રહેલ લોખંડનો કબાટ તોડી તિજોરીમાંથી લઈ ગયા હોવા અંગેની આ ફરિયાદ નોંધાવી હતી. ચોરીની આ ઘટનાને લઇ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ શખ્સોને સકંજામાં લઈ પુછપરછ શરૂ કરી છે.