લોહાનગરના યુવાનનો આર્થિક ભીંસથી કંટાળી ઝેર પી આપઘાતનો પ્રયાસ
રૈયાધારમાં ગૃહકલેશથી પરિણીતાએ કયુર્ં વિષપાન
શહેરમાં લોહાનગર વિસ્તારમાં રહેતા યુવાને આર્થિકભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં લોહાનગર ટેલિફોન એક્સચેન્જ પાસે ચાર બાય મંદિર પાસે રહેતા શૈલેષ રમેશભાઈ સોલંકી નામનો 27 વર્ષનો યુવાન સવારના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે દોશી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આ અંગે પ્રાથમિક પૂછપરછમાં શૈલેષ સોલંકી બે ભાઈ બે બહેનમાં મોટો છે અને તેને સંતાનમાં બે પુત્ર છે. શૈલેષ સોલંકી મજૂરીકામ કરી પરિવારને આર્થિક મદદ કરે છે. શૈલેષ સોલંકીએ આર્થીકભીંસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રૈયાધાર વિસ્તારમાં આવેલા મફતિયાપરામાં રહેતી ઉર્વીબેન કાનાભાઈ ચિહલા નામની 30 વર્ષની પરિણીતા રાત્રિના સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બિલેશ્ર્વર નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી યુવાનનો આપઘાત
ગુજરાત મિરર, રાજકોટ તા.1:રાજકોટમાં બીલેશ્ર્વર ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી બેડીપરાના યુવાને આપઘાત કરી લીધો હતો. યુવાનના આપઘાતના કારણે પરિવારમાં શોક છવાયો છેે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, બીલેશ્ર્વર ફાટક નજીક એક યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધાની ઘટના બનતા રેલ્વે પોલીસ અને બી ડીવીઝન પોલીસના સ્ટાફે ઘટના સ્થળે દોડી ગયો હતો ત્યારે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતુ કે, મૃતક બેડીપરમાં રહેતો નયન મહેશભાઇ દેસાણી (ઉ.વ.36) હોવાની જાણ થઇ હતી. ત્યારબાદ મૃતદેહને હોસ્પિટલે ખસેડવામાં આવતા પરિવારે ઓળખ આપી હતી. યુવાન કુરિયરમાં નોકરી કરતો હતો અને તેમના છુટાછેડા થઇ ગાય હતા તેમને સંતાનમાં એક દીકરી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે બીડીવિઝન પોલીસ મથકનાં એએસઆઇ એ.વી.બકુત્રા એ કાગળો કર્યા હતા.