For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બગસરા નજીક એક લાખનો ગેરકાયદે અનાજનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપાયો

11:44 AM Aug 01, 2024 IST | Bhumika
બગસરા નજીક એક લાખનો ગેરકાયદે અનાજનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપાયો
Advertisement

ગઈકાલના રાત્રિ દરમિયાન બગસરાથી અમરેલી તરફ જતી મીની ટેમ્પો ગાડી અનાજના જથ્થા ભરેલ ગાડીને એક જાગૃત નાગરિક સંજયભાઈ કાપડિયા રહે તડકા પીપળીયા દ્વારા આ ગાડીની જાણ થતાં આ ગાડી પાછળ પોતાનું વાહન લઈને પીછો કરતા તે ગાડીને બગસરા અટલજીપાર્ક પાસે આ ગાડીને પકડી પાડવામાં આવેલ અને ડ્રાઈવર વિનોદભાઈ ગોવિંદભાઈ પરમાર રહે કોટડા અને કીલીન્ડર સમીરભાઈ ઓસમાણભાઈ ચૌહાણ રહે બીલખા વાળા વિરુધ્ધ ફરિયાદ કરેલ છે. અને બગસરા પ્રાંત અધિકારીને જાણ કરવામાં આવી અને પ્રાંત અધિકારી એ આ ગાડીને સીજ કરવામાં આવી હતી. અને બગસરા પોલિશ સ્ટેશન ખાતે આ ગાડીને લઈ અનાજની ખરીદીના બિલનું પૂછતા બિલ ના હોવાથી આ ગાડીને સિજ કરવામાં આવી હતી. જ્યારે આ ગાડીમાં ચોખાની કિંમત 98622 અને ટેમ્પાની કિંમત 1.50 લાખ રૂૂપિયા સહિત કુલ 248622 કુલ મુદામાલ સહિત આ ગાડીને સિજ કરવામાં આવી હતી અને વડીયા ખાતે સરકારી સસ્તા અનાજના ગોડાઉનમાં મોકલવામાં આવ્યો હતો.
જ્યારે લોકો સસ્તા અનાજના ચોખા અને ઘઉં મેળવવા માટે વલખાં મારતા હોય છે ત્યારે આવા મળતિયાઓ દ્વારા આ સસ્તા અનાજના ચોખા બરોબર વહેચી મારવામાં આવતા ગરીબો અનાજ વિહોણા રહી જાય છે ત્યારે આવા લોકો ઉપર તપાસ કરવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement