રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જેતપુરમાંથી થર્ટી ફર્સ્ટ પૂર્વે બે સ્થળે દરોડા વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો

11:51 AM Dec 29, 2023 IST | Bhumika
Advertisement

થર્ટી ફર્સ્ટમાં પ્યાસીઓની પ્યાસ બુજાવવા સૌરાષ્ટ્રમાં મોટાપાયે દારૂ બિયરનો જથ્થો ઉતારવામાં આવે છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા દારૂના ધંધાર્થીઓ સામે શરૂ કરેલા કોમ્બીંગમાં ગઈકાલે સાંજે જેતપુર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે થર્ટી ફર્સ્ટ માટે મંગાવેલ 936 બિયરના ટીન સાથે એક શખ્સની ધરપકડ કરી બુટલેગરની શોધખોળ હાથ ધરી છે ત્યારે એલસીબીએ પણ જેતપુરમાં દરોડા પાડી 230 બિયરના ટીન અને 36 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.
આ બનાવ અંગેની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ, જેતપુરનાં ગોંડલ દરવાજા ભદ્રેશ્ર્વર મંદિર પાસે આવેલ મકાનમાં ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી તપાસ કરતાં રૂા.93,600ની કિંમતની 936 બિયરના ટીન મળી આવતાં સમીર ઉર્ફે સમલો કાસમભાઈ ચિતલીયા (ઉ.33)ની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસની પુછપરછમાં આ બિયરનો જથ્થો જેતપુરનાં પરાગ હરકિશન અસલાણી પાસેથી વેચવા માટે લઈ આવ્યો હોવાનું કબુલાત આપતાં પોલીસે બિયર સપ્લાય કરનાર બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.
રૂરલ એલસીબીએ જેતપુરના ઉદ્યોગનગર વિસ્તારમાં દરોડો પાડી આહીલ અબ્બુભાઈ મુસાણી પાસેથી રૂા.30 હજારની કિંમતના 230 બિયરના ટીન અને 36 હજારની કિંમતની 36 બોટલ વિદેશી દારૂ અને મોબાઈલ ફોન મળી 69 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ગોંડલ પાસે યુવાન પર પાંચ શખ્સોનો હુમલો
ગોંડલના સ્ટેશન પ્લોટમાં રહેતા સુખપાલ રવિદત્ત શર્મા (ઉ.31) નામના યુવાન પર હાથ ઉછીના લીધેલ 63 હજાર રૂપિયાની ઉઘરાણીના પ્રશ્ર્ને ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભુપી જાડેજા, ગની જીતુ અને બે અજાણ્યા શખ્સોએ રસ્તા વચ્ચે રોકી ઢીકાપાટુનો માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Tags :
andbeerjetpurliquorquantity of foreignseizedwas
Advertisement
Next Article
Advertisement