રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મજૂરની રાહ જોઇને ઇકો કારમાં બેઠેલા ડ્રાઇવરનું હાર્ટએટેકથી મોત

01:12 PM Dec 29, 2023 IST | Bhumika
Advertisement

રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકે ઉપાડો લીધો હોય તેમ હદય રોગના હુમલાથી અનેક માનવ જિંદગીના શ્વાસ થંભી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં શાપરમાં મજુરની વાટ જોઈને ઇકો કારમાં બેઠેલા ડ્રાઈવરને અચાનક હાર્ટ એટેક આવતા બેભાન હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં આવેલી તિરૂૂપતિ બાલાજી સોસાયટીમાં રહેતા રમેશ ભાદાભાઈ ગોંડલીયા નામના 48 વર્ષના આધેડ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં શાપર વેરાવળમાં આવેલી જય મેટલ કંપનીમાં હતા ત્યારે તેમને છાતીમાં દુખાવો ઉપાડતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ રમેશભાઈ ગોંડલીયાએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા શાપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. શાપર પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક રમેશભાઈ ગોંડલીયા ચાર ભાઈ ત્રણ બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં બે પુત્ર છે રમેશભાઈ ગોંડલીયા જય મેટલ કંપનીમાં કામ કરતા મજૂરોને લેવા મુકવા માટે પોતાની ઇકો કાર લઈને જતા હતા અને ગઈકાલે મજૂરોને તેડવા ગયા હતા ત્યારે તેઓ ઇકો ગાડીમાં બેસી મજૂરોની વાટ જોઈ રહ્યા હતા ત્યારે અચાનક આવેલો હદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
AA driver sitting in an eco car while waiting for a laborerattackdiedheartof
Advertisement
Next Article
Advertisement