For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છના જખૌ દરિયાકાંઠેથી BSFના પેટ્રોલિંગમાં ચરસના વધુ 10 પેકેટ મળ્યા

04:29 PM Jul 17, 2024 IST | Bhumika
કચ્છના જખૌ દરિયાકાંઠેથી bsfના પેટ્રોલિંગમાં ચરસના વધુ 10 પેકેટ મળ્યા
Advertisement

સરહદી વિસ્તાર કચ્છમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. તો ગઈ કાલે વરસાદી વાતાવરણ વચ્ચે સવારે જખૌ પાસેથી BSFના જવાનોને દરિયાઈ વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન ફરી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે. આ 10 જેટલા ચરસના પેકેટની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 5 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે.

છેલ્લાં 14 દિવસમાં જખૌ વિસ્તારમાંથી બીએસએફને 192થી પણ વધુ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. હજુ પણ BSF અને વિવિધ એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉપરાંત બીએસએફ દ્વારા અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે મળીને દરિયાકાંઠે આવેલા અલગ-અલગ ટાપુઓ અને ખાડી વિસ્તારની સઘન તપાસ કરવામાં આવી રહી છે, અને દરિયાકાંઠાના વિસ્તાર અને ખાડી વિસ્તારમાં છેલ્લાં બે અઠવાડિયાથી સતત સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

Advertisement

આ તમામ તપાસ દરમિયાન મળી આવતા પેકેટને જોતા હજુ પણ વધુ માત્રામાં ડ્રગ્સના પેકેટ મળી આવવાની સંભાવના બીએસએફ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છની દરિયાઇ સીમા વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ડ્રગ્સ પેડલર દ્વારા ફેંકી દેવાયેલ પકેટો દરિયાના મોજામાં તણાઈ આવીને કચ્છની દરિયાઈ સીમાવ સુધી પોહચે છે. સ્ટેટ આઇબી, મરીન કમાન્ડો, સ્થાનિક પોલીસ, બીએસએફના જવાનો દ્વારા કચ્છની વિવિધ દરિયાઈ સીમા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement