રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

તાન્ઝાનિયામાં કાચબાનું માંસ ખાવાથી 9નાં મોત, 78 ગંભીર

11:25 AM Mar 12, 2024 IST | Bhumika
Advertisement

આફ્રિકન દેશ તાન્ઝાનિયા નજીક ઝાંઝીબાર ટાપુઓના પેમ્બા દ્વીપમાં દરિયાઈ કાચબાનું માંસ ખાવાથી નવ લોકોના મોત થયા છે. આ સિવાય 78 લોકોની હાલત ગંભીર છે. તે બધાએ પોતાના ખોરાકમાં આ દરિયાઈ કાચબાનું માંસ ખાધું હતું. મૃતકોમાં 8 બાળકો અને 1 મહિલાનો સમાવેશ થાય છે.

Advertisement

આફ્રિકન દેશ તાન્ઝાનિયા પાસેના ઝાંઝીબાર ટાપુઓના પેમ્બા ટાપુ પર દરિયાઈ કાચબાનું માંસ ખાવાથી 8 બાળકો અને 1 મહિલાનું મોત થયું હતું. આ સિવાય હજુ સુધી અન્ય 78 લોકોની તબિયત લથડી છે. તબિયત લથડતા તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. દરિયાઈ કાચબાનું માંસ અત્યંત ઝેરી હોય છે, જેના કારણે તેને ન ખાવાની સલાહ આપવામાં આવે છે. ઝાંઝીબારના લોકો દરિયાઈ કાચબાનું માંસ ખૂબ જ ઉત્સાહથી ખાય છે. જો કે, તેના કારણે અવારનવાર ફૂડ પોઇઝનિંગના કારણે મોતના બનાવો નોંધાતા રહે છે.

Tags :
African countryTanzaniaturtleturtle meatworldWorld News
Advertisement
Next Article
Advertisement