For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં 5 કરોડ 60 લાખના વિકાસ કામોના ખર્ચને મંજૂરી

11:59 AM Jul 26, 2024 IST | admin
મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં 5 કરોડ 60 લાખના વિકાસ કામોના ખર્ચને મંજૂરી

પંદરમી ઓગસ્ટ-સ્વાતંત્ર્ય દિનની મનપા કક્ષાની ઉજવણી વોર્ડ નં.11 લાલવાડીમાં થશે

Advertisement

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે મળી હતી, જેમાં કુલ રૂૂ. 5 કરોડ 60 લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. જામનગર મહાનગર-પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં દસ સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખીમસુર્યા , ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, ડીએમસી શ્રી ઝાલા ,સિટી ઇજનેર ભાવેશ જાની સહિત ના ઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ નગરમાં મેઈન રોડ, રંગમતિની નદીની સાઈડમાં રિટેઈનીંગ વોલ બનાવવા માટે રૂૂ. બે કરોડ બાવન લાખનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું. જામનગરમાં અલગ-અલગ ફલાય ઓવર અને રીવર બ્રીજની પ્રોજેકટ મેનેજમેન્ટ ક્ધસલટન્સી કામગીરી માટેની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.

મ્યુનિ. ભૂગર્ભ ગટરની સફાઈ, ફરિયાદ અન્વયે કામગીરી તથા મશીનોથી કોમ્પ્રેહેન્સીવ ઓપરેશન અને મેન્ટનન્સની કામગીરીમાં વાર્ષિક કોન્ટ્રાકટ અન્વયે વોર્ડ નંબર 13,14,1પ અને 16 અને વોર્ડ નંબર 1,ર,3,4 અને પ અને વોર્ડ નંબર 9,10,11 અને 1ર માટે તથા વોર્ડ નંબર 6, 7 અને 8 માટેની દરખાસ્ત રી.ટેન્ડર કરવા માટે નિર્ણય લેવાયો હતો. કેબલ ટીવી, મનોરંજન કર અને વ્યવસાય વેરા ગ્રાન્ટ (સ્વભંડોળ) અન્વયે વોર્ડ નંબર 1, 6 અને 7 માં ટ્રેંચ માં સીસી પેચવર્ક (સીસી ચરેડા),ના કામ માટે વધારાનો ખર્ચ પંદર લાખ તેમજ જુદી જુદી કંપનીઓ દ્વારા કેબલ લેઈંગ, ગેસ પાઈપલાઈન અને વોટર વર્કસ દ્વારા કરવામાં આવેલ ટ્રેન્સમા આસ્ફાલ્ટ સ્ટ્રેન્ધનીંગના (ચરેડા)ના કામ માટે દરખાસ્ત રી.ટેન્ડર કરવાનો નિર્ણય લેવાયો હતો.

Advertisement

વોર્ડ નંબર 1પ માં આશીર્વાદ એવન્યુ સોસા. મેઈન ગેઈટથી કેમ્પસની દીવાલ સુધી સીસી રોડ બનાવવા માટે રૂૂ. નવ લાખનો ખર્ચ. 78 વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્યની માર્ગ મકાન વિભાગની (સ્પેશિયલ) ગ્રાન્ટ અન્વયે 100 ટકા ગ્રાન્ટ માંથી સિવિલ કામો માટે રૂૂ. બે કરોડ વોર્ડ નંબર ર,3 અને 4 માં ગટર વર્કસના કામ માટે રૂૂ. પંદર લાખનો વધારો ખર્ચ મંજુર કરાયો છે. વોર્ડ નંબર 16 માં કીર્તિપાનથી વાયા હર્ષદમીલ ચાલી થઈ ડીપી રોડમાં વરસાદી પાણીની આરસીસી બોકસ કેનાલ વીથ સીસી રોડના કામ માટે વધારાનમા ખર્ચ માટે રૂૂ. 13.9ર લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. ખાનગી સોસાયટીને સફાઈ કામગીરી માટે માર્ચ ર0રપ સુધીનું પાંચ સોસા.માં 11 કામદાર માટેનું પ લાખ 94 હજારના ખર્ચ અને અલગ-અલગ ઢોરના ડબ્બામાં સુકો ઘાસચારો સપ્લાય કરવા માટે રૂૂ. વાર્ષિક પ0 લાખનો ખર્ચ મંજૂર કરાયો છે. આ ઉપરાંત હાઉસ ટેક્સ, વોટર વકર્સ, ફાયર શાખા, પીઆરઓ શાખા અને લાઈટ શાખાના લાખો રૂૂપિયાના ખર્ચ જાણ માટે રજુ થયા હતાં. આગામી પંદરમી ઓગષ્ટ સ્વતંત્ર દિવસની ઉજવણી વોર્ડ નંબર 11 માં કરવાનો નિર્ણય લેવાયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement