For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચલાલામાંથી રેશનિંગની 176 બોરી ચોખા, ઘઉં અને બાજરીનો જથ્થો ઝડપાયો

11:50 AM Jul 25, 2024 IST | admin
ચલાલામાંથી રેશનિંગની 176 બોરી ચોખા  ઘઉં અને બાજરીનો જથ્થો ઝડપાયો

બે દિવસ પહેલાં પ્રાંત અધિકારીએ ધારીમાંથી રિક્ષા ચાલકને ઝડપી લેતા મોટું નેટવર્ક પકડાયું

Advertisement

ચલાલામાંથી એક ગોડાઉનમાંથી રેશનીંગનો જથ્થો ઝડપાયો હતો. અહીં મામલતદારની ટીમે ચેકીંગ કરતા 176 બોરી ચોખા, ઘઉં અને બાજરી ઝડપાઇ હતી. અહીંથી તંત્રએ રૂપિયા 337363નો જથ્થો ઝડપી પાડ્યો હતો. ફેરીયા મારફત જુદા જુદા વિસ્તારમાંથી રેશનીંગનો જથ્થો એકત્રીત કરી એક સ્થળે સંગ્રહ કરવામાં આવતો હતો. ધારીના મામલતદાર અક્ષર વ્યાસે જણાવ્યું હતું કે બે દિવસ પહેલા પ્રાંત અધિકારી એસ.ડી.જાડેજા દ્વારા ધારીના વેકરીયાપરા પાસે બે રીક્ષા ફેરી કરી રેશનીંગનો જથ્થો એકત્રીત કરતા ઝડપી પાડી હતી. તે રીક્ષાના ચાલકને પુછપરછ દરમિયાન આ મોટુ નેટવર્ક ઝડપાયું હતું.

ચલાલા તેમજ આસપાસના ગામડામાંથી રેશનીંગનો માલ રોકડા પૈસા મારફત રેશનીંગ ધારકો પાસેથી જથ્થો ખરીદી કરી સંગ્રહ કરેલ જથ્થો ચલાલામાંથી ઝડપાયો હતો.
ચલાલામાં વિસાવદરના હાજી યુનુસભાઈ ચૌહાણના ગોડાઉનમાંથી રૂપિયા 322186ની કિંમતના 163 બોરી ચોખા, રૂપિયા 8307ની કિંમતના 7 બોરી ઘઉં, રૂપિયા 4268ની કિંમતની 6 બોરી બાજરી અને રૂપિયા 2600ની કિંમતની 26 બેગ મળી કુલ રૂપિયા 337363નો જથ્થો તંત્રએ કબ્જે કર્યો હતો. જો કે મોડી સાંજ સુધીમાં પોલીસમાં રીપોર્ટ કરાયો ન હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement