For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વોર્ડ-4માં 17 ન્યૂસન્સ પોઈન્ટ, સફાઈના જ વધુ પ્રશ્ર્ન

04:55 PM Jul 25, 2024 IST | Bhumika
વોર્ડ 4માં 17 ન્યૂસન્સ પોઈન્ટ  સફાઈના જ વધુ પ્રશ્ર્ન
Advertisement

મેયરના લોકદરબારમાં લોકોએ ફક્ત સફાઈનો જ મુદ્દો ઉઠાવી 92 ફરિયાદ કરી

મહાનગરપાલિકા દ્વારા અમુક વોર્ડમાં વિકાસના કામો માટે ધ્યાન આપવામાં આવતું નથી. તેવું વિપક્ષ દ્વારા અવાર નવાર કહેવામાં આવ્યું છે. જે આજે વોર્ડ નં. 4માં પુરવાર થયું હતું. મેયર તમારે દ્વાર અંતર્ગત યોજાયેલ લોકદરબારમાં લોકોએ અન્ય ફરિયાદોની સાથો સાથ સૌથી વધુ સફાઈના મુદ્દે ફરિયાદો કરી હતી. કારણ કે, વોર્ડ નં. 4માં સૌથી વધુ 17 ન્યુસન્સ પોઈન્ટ હોવાથી કાયમી સફાઈની ફરિયાદો ઉઠતી રહી છે.

Advertisement

આજના લોક દરબાર કાર્યક્રમના અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, વોર્ડ નં.4ના કોર્પોરેટર અને કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉધરેજા, કોર્પોરેટર અને લાઈટીંગ સમિતિના ચેરમેન કાળુભાઈ કુગશિયા, કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, સીટી એન્જી. પી.ડી.અઢિયા, સહાયક કમિશનર કાથરોટિયા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, આર.સી.એચ.ઓ. ડો.લલિત વાજા, ઈ.ચા.ડાયરેક્ટર પાર્કસ એન્ડ ગાર્ડન આર.કે.હીરપરા, વોર્ડ એન્જી.અંબેશ દવે, એ.ટી.પી. રેનીશ વાછાણી, એંક્રોચમેન્ટ ઓફિસર પરબત બારીયા, ડી.ઈ.ઈ રોશની નરેશ પટેલિયા, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, મેનેજર અને પી.એસ.ટુ મેયર વી.ડી.ઘોણીયા, ઈ.ચા.મેનેજર નિલેશ કાનાણી, વોર્ડ ઓફિસર હેમાદ્રીબા ઝાલા, અન્ય કર્મચારીઓ, વોર્ડ નં.4ના પ્રભારી જે.ડી.ભાખર, પ્રમુખ કાનાભાઈ ડંડેયા, મહામંત્રી ભરતભાઈ લીંબાસીયા, હિતેશભાઈ મઠીયા તથા વોર્ડ નં.4ના બહોળી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

આ લોક દરબાર કાર્યક્રમમાં વોર્ડ નં.4ના નાગરિકો દ્વારા વિવિધ શાખાની કુલ-92 રજુઆતો/પ્રશ્નો રજુ કરવામાં આવી હતી. વોર્ડ નં.4ના નાગરિકો દ્વારા સ્ટ્રીટ લાઈટ નાખવા બાબત, સફાઈ બાબત, ટ્રાફિક સિગ્નલ નાખવા બાબત, હોકર્સ ઝોનમાં ગંદકી સાફ કરવા બાબત, રોડ બનાવવા બાબત, મોરબી રોડ પર સર્કલ બનાવવા બાબત, ખુલ્લા પ્લોટમાં નિયમિત સફાઈ કરવા બાબત, વરસાદી પાણી ભરાવા બાબત, ડામર રોડ કરવા બાબત, પેવિંગ બ્લોક નાખવા બાબત, નળ કનેક્શન બાદ રીપેરીંગ કરવા બાબત, ટી.પી. રોડ બનાવવા બાબત, પીવાનું પાણી ગંદુ આવવા બાબત, દબાણ હટાવ દૂર કરવા બાબત, ભગવતીપરા ટી.પી.સ્કીમ બાબત, ભગવતીપરા, ગ્રીનલેન્ડ ચોકડી ટ્રાફિકની સમસ્યા બાબત, સિટી બસના નવા રૂૂટ શરૂૂ કરવા બાબત, મોરબી રોડ જકાતનાકા આસપાસ નવો બગીચો બનાવવા બાબત, નદી કાંઠાના વિસ્તારની સફાઈ કરાવા બાબત, નવી આંગણવાડી બનાવવા બાબતની રજુઆત આવેલ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement