રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

‘આપ’ના નામે ભારત સરકારને બદનામ કરી અમેરિકામાં ઘૂસવાનો કારસો

12:04 PM Dec 26, 2023 IST | Sejal barot
Advertisement

અમેરિકા સહિત પશ્ચિમના દેશો રાજ્યાશ્રય આપવામાં ઉદાર છે અને તેમાંય ખાસ કરીને કોઈ દેશમાં પોતાને સાનુકૂળ સરકાર ન હોય ત્યારે અનેક લોકો પશ્ચિમી દેશોમાં જઈને પોતાના દેશની સરકાર તેમના પ્રત્યે કિન્નાખોરી રાખતી હોવાના દાવા કરીને રાજ્યાશ્રય માગતા હોય છે. આ પ્રથા આમ તો અનેક દાયકા જૂની છે. પણ હવે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં અમુક બદમાશોએ પશ્ચિમના દેશોની આવાં કારણોસર રાજ્યાશ્રય આપવાની નીતિનો ગેરલાભ લેવાનું શરૂૂ કર્યું છે.
આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે હજુ સાવ ઓછું વજૂદ છે છતાં ઞજમાં રાજ્યાશ્રય મેળવવા માંગતા રાજ્યના ગેરકાયદેસર વસાહતીઓ અઅઙના નામનો દૂરુપયોગ કરી રહ્યા છે.
એક અહેવાલ અનુસાર હાલમાં, આમ આદમી પાર્ટીએ ચર્ચામાં છે કારણ કે ઘણા રાજ્યાશ્રય માગનારા ઞજ કોર્ટને કહે છે કે, તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારથી તેમને ભારતીય સત્તાવાળાઓ હેરાન કરે છે. જેથી તેમને અમેરિકામાં આશ્રય આપવામાં આવે. જેમાં ગુજરાતના અમદાવાદ અને નવસારીના રહેવાસીઓનો સમાવેશ થાય છે. અગાઉ, ઘણા ઇમિગ્રન્ટ્સે કોંગ્રેસના જોડાણને બનાવટી બનાવ્યું હતું અને ઞજમાં આશ્રય મેળવવા માટે શાસક સરકાર દ્વારા મદદ મળતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
અમેરિકામાં ખોટી રીતે ઘૂસી જવા માગતા બદમાશો દિલ્હીમાં ભ્રષ્ટાચાર કેસનો સામનો કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓના નામનો દૂરુપયોગ કરી રહ્યા છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સે સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા અને સંજયસિંહ જેવા દિલ્હી સરકારના અગ્રણી AAP નેતાઓ અને મંત્રીઓ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના કેસને ટાંક્યા છે. જેમાંથી કેટલાક તો તે નેતાઓ સાથે સેલ્ફી લેવામાં પણ સફળ થયા છે અને કોઈ મુશ્કેલી વિના USમાં આશ્રય મેળવ્યો છે. તેમ અમેરિકામાં સ્થાયી થયેલા એક ગુજરાતીએ જણાવ્યું હતું. તાજેતરમાં, AAP ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ફોટો ક્લિક કરી અને વર્તમાન સરકાર ઉપર રાજકીય કિન્નાખોરીનો આક્ષેપ કરીને નવસારીના રહેવાસી પરેશ પટેલ USમાં આશ્રય મેળવવામાં સફળ થયા હતા.
તાજેતરમાં ન્યૂ જર્સીમાં સ્થાયી થયેલા અમદાવાદના એક રહેવાસીએ કહ્યું હતું કે, મારો અમદાવાદ શહેરમાં બિઝનેસ હતો અને હું ઞજમાં સ્થાયી થવા માંગતો હતો. મારા એજન્ટની (માનવ તસ્કર) સૂચનાને અનુસરીને, હું AAPમાં જોડાયો અને મેં પાછળથી રાજકીય કિન્નાખોરીના બહાને USમાં પ્રવેશ મેળવ્યો હતો.

Advertisement

Tags :
governmentgujaratIndianname of 'AAP'PoliticsThethey want to enter America by defaming
Advertisement
Next Article
Advertisement