રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

તમારા સાંસદના કામથી ખુશ છો? વિકલ્પે કોને ટિકિટ આપી શકાય?

04:03 PM Dec 29, 2023 IST | Bhumika
Advertisement

લોકસભાની ચૂંટણી પહેલા સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે નવી રણનીતિ અપનાવી છે અને નમો એપ દ્વારા સરકારની કામગીરી સાથે લોકો પાસેથી તેમન સાંસદોની કામગીરીના અભિપ્રાયો પણ મેળવવામાં આવી રહ્યા છે પરંતુ નમો એપ દ્વારા મતદારોને પુછવામાં આવેલા કેટલાક પ્રશ્ર્નોથી સાંસદોની ચિંતામાં વધારો થયો છે.
નમો એપમાં લોકો સાંસદની કામગીરીથી કેટલા ખુશ છે? અત્યારના સાંસદો સિવાય બીજા વિકલ્પ કયા? તમારા વિસ્તારમાં સાંસદને કયારે જોયા હતા? વિગેરે સવાલોથી ભાજપના અનેક સિટીંગ સાંસદોનું ટેન્શન વધ્યું છે.
નમો એપ દ્વારા જનતાના મનની વાત સીધી ભાજપ હાઇકમાન્ડ સુધી પહોંચતી હોવાથી ઘણા સાંસદોને પોક્ષ ખુલી જવાની પણ ચિંતા છે. ખાસ કરીને જે સાંસદોએ માત્ર દિલ્હી દરબારમાં જ ‘આંટાફેરા’ કર્યા છે અને જનતા સાથે સીધા જોડાયેલ નથી તેવા સાંસદોને ટિકિટ કપાઇ જવા સુધીનો ભય છે. ભાજપના આ સરવેથી અમુક સંસદ સભ્યોની લોકપ્રિયતાનો પરપોટો ફૂટી જાય તેવા પણ સંકેતો મળી રહ્યા છે.
ભારત સંકલ્પ યાત્રાનો દોર અત્યારે શરૂૂ થઈ ગયો છે. આ બધા વચ્ચે કેન્દ્ર સરકારના ભાજપ સાંસદો પાસેથી ફીડબેક લેવા માટેની એક અનોખી પદ્ધતિ અપનાવી છે. વર્ષ 2024ની ચૂંટણીમાં એ જ વ્યક્તિને સાંસદની ટીકીટ મળશે કે જનતાની અપેક્ષા પર ખરા ઉતરશે.
ભાજપના સાંસદો જે કામકાજ કરે છે તેનું મુલ્યાંકન કરવા માટે પાર્ટી નમો એપનો ઉપયોગ કરવાનો પ્લાન કરી રહી છે. પાર્ટી અધ્યક્ષ જે.પી નડ્ડાએ હાલમાં જ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ શેર કરી હતી. આ સર્વેમાં કોઈ વિસ્તારના લોકો તેમના સાંસદ વિશે શું વિચારે છે. સાંસદના કામથી તેઓ કેટલા ખુશ છે કે નહીં તે અંગેનો લોકો પાસેથી અભિપ્રાય માંગવામાં આવે છે.
નમો એપના માધ્યમથી એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો કે ભાજપના ક્યા સાંસદ સાથે તેમની જનતા કેટલી મજબુતી સાથે તેની સાથે ઉભી છે. આ સંબંધમાં કુલ 15 સવાલ પુછવામાં આવ્યાં છે.. નમો એપથી ક્ષેત્રોમાં સર્વે કરાવવામાં આવી રહ્યો છે.. જન્તા પોતાના મનની વાત શેર કરશે. ભાજપના નમો એપ પર કરવામાં આવેલા સર્વેને લોકો સાથે શેર કરવામાં આવશે.. જેથી તે સ્પષ્ટ થશે કે સાંસજની જમીની પકડ કેટલી છે.
નમો એપ દ્વારાએ પરખ કરવામાં આવશે કે જનતા સાંસદોના કામથી ખુશ છે કે નહીં. સાથે સામાન્ય મતદારોને પણ પૂછવામાં આવ્યું છે કે અત્યારના સાંસદ સિવાય તેમની પાસે બીજો ક્યા વિકલ્પ છે. આ સર્વે દરમિયાન એવું પણ પૂછવામાં આવ્યું હતું કે તમે છેલ્લે ક્યારે તમારા વિસ્તારમાં તમારા સાંસદને જોયા હતાં. જો જનતાના મનમાં કોઈ નવો ઉમેદવાર હોય તો તેઓ નામ શેર કરી શકે છે.
વર્ષ 2024ના લોકસભાની ચૂંટણીને લઈને સીધો જ જનતા સાથે સંવાદ કરી રહી છે. નમો એપ પર જનતા પોતાના સાંસદ વિશે પોતાનો અભિપ્રાય શેર કરી શકે છે. આમ કુલ મળીને આ અભિયાનના માધ્યમથી એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે ભાજપના સાંસદો તેના જ વિસ્તારમાં કેટલા લોકપ્રિય છે. તેનું પ્રદર્શન કેટલુ સરાહનીય છે. જેના આધાર પર આગામી ચૂંટણીમાં તેને સાંસદ માટેની ટિકિટ મળી શકશે.

Advertisement

ભાજપના જૂથો વચ્ચે તરફેણમાં અને વિરૂદ્ધમાં અભિપ્રાયો આપવા સ્પર્ધા

દેશભરમાં મજબૂત રાજકીય પક્કડ ધરાવતા ભાજપમાં હાલ અંદરખાને જોરદાર જૂથવાદ ચાલી રહ્યો છે પરંતુ ‘ઉપરવાળા’ની બીકના કારણે કોઇ ખૂલીને બહાર આવતુ નથી ત્યારે નમો એપ દ્વારા ભાજપે શરૂ કરેલા સરવેમાં વર્તમાન સાંસદો પોતાની તરફેણમાં અભિપ્રાયો રજુ કરવા કાર્યકરો સમક્ષ હાથ જોડી રહયા છે અને પોતાના કામો પણ ગણાવી રહ્યા છે જ્યારે સાંસદોના વિરોધી જૂથો અથવા લોકસભાની ટિકિટની લાઇનમાં છે તેવા લોકો વર્તમાન સાંસદોની વિરૂદ્ધમાં અભિપ્રાયો રજુ કરવા કાર્યકરોને ભંભેરી રહ્યા છે. પરિણામે હાલના તબક્કે નમો એપ ઉપર ભાજપનું આંતરીક રાજકારણ ભારે ગરમાગરમ જોવા મળી રહ્યું છે. કાર્યકરો સિવાય મતદારો પાસે પણ નમો એપ ઉપર અભિપ્રાયો રજુ કરવા પાયલાગણ ચાલી રહ્યું છે. જેના કારણે હાલ તો ભાજપના કાર્યકરો અને મતદારોના ભાવ ઉંચકાઇ ગયા છે.

Tags :
alternatively?beHappy with your MP's work? Who canticketed
Advertisement
Next Article
Advertisement