પ્રો કબડ્ડી લીગની અગિયારમી સીઝન 18 ઓક્ટોબરથી જામશે
પ્રથમ ચરણની મેચ હૈદરાબાદમાં રમાશે
દસ સીઝન સફળતાપૂર્વક પૂર્ણ કરીને વિશ્વની સૌથી મોટી કબડ્ડી લીગ એટલે કે પ્રો કબડ્ડી લીગ એની અગિયારમી સીઝન માટે તૈયાર છે. પ્રો કબડ્ડી લીગના આયોજકોએ જાહેરાત કરી હતી કે 18 ઑક્ટોબરથી આ લીગના નવા તબક્કાની શરૂૂઆત થશે. 18 ઑક્ટોબરથી હૈદરાબાદમાં પહેલા ચરણની મેચ અને 10 નવેમ્બરથી નોએડામાં બીજા ચરણની મેચ શરૂૂ થશે.
આ લીગના ત્રીજા ચરણની મેચ પુણેના બાલેવાડી બેડ્મિન્ટન સ્ટેડિયમમાં ત્રણ ડિસેમ્બરથી શરૂૂ થશે. ત્રણ શહેરોમાં યોજાનારી આ લીગની પ્લેઑફ અને ફાઇનલ મેચ માટેની તારીખ અને સ્થળની જાહેરાત આગામી સમયમાં કરવામાં આવશે. 15-16 ઑગસ્ટ દરમ્યાન મુંબઈમાં અગિયારમી સીઝન માટે ઑક્શનનું આયોજન થયું હતું જેમાં આઠ ખેલાડીઓ 1 કરોડ રૂપિયાથી વધુની કિંમતે ખરીદવામાં આવ્યા છે જે આ લીગના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ છે. પ્રો કબડ્ડી લીગે ભારતની સ્વદેશી રમત કબડ્ડી અને તેના રમતવીરોની રાષ્ટ્રીય તેમ જ સમગ્ર વિશ્વમાં ઓળખ બદલી નાખી છે.