ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ટેલિવિઝનના દિગ્ગજ અભિનેતા વિકાસ શેઠીનું એટેકથી નિધન

01:16 PM Sep 09, 2024 IST | Bhumika
Advertisement

રવિવારનો દિવસ ટેલિવિઝન ચાહકો માટે ખૂબ જ દુ:ખદ રહ્યો. પ્રસિદ્ધ ટેલિવિઝન સ્ટાર વિકાસ સેઠીના નિધનને લઈને આવેલ સમાચારથી બધા જ શોકમાં આવી ગયા. વિકાસ ઊંઘી રહ્યા હતા, અને ઉંઘમાંજ તેમનું નિધન થઇ ગયું.

Advertisement

સૂત્રો મુજબ, વિકાસ છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગીને કારણે પરેશાન હતા. તેમને ઘણા સમયથી કોઈ કામ મળી રહ્યું નહોતું. તેઓ ઇન્ડસ્ટ્રીના ઘણા મિત્રો સાથે પણ સંપર્કમાં ન હતા. ટેલિવિઝન શોઝ ઉપરાંત વિકાસે કરણ જોહરની ફિલ્મ કભી ખુશી કભી ગમમાં પણ કામ કર્યુ હતું. ફિલ્મમાં તેમનું કામ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.
વિકાસ સેઠી 90ના દાયકાના પ્રસિદ્ધ અભિનેતાઓમાંના એક રહ્યા છે. તેમણે કહીં તો હોગા, સસુરાલ સિમર કા, ગુસ્તાખ દિલ અને ઉતરન જેવા ઘણા પ્રખ્યાત શોઝમાં કામ કર્યું હતું. તેઓ જ્યારે પણ કોઈ શોમાં દેખાયા, તેમનાં કિલર લુક્સ અને શાનદાર અભિનયથી દિલ જીતી લીધું.

Tags :
indiaindia newstelevision actor
Advertisement
Next Article
Advertisement