સિંગર અરિજિત સિંહ હવે ડિરેક્ટર બનવાની તૈયારીમાં
11:05 AM Jul 19, 2025 IST | Bhumika
અરિજિત સિંહ સિંગર તરીકે અત્યંત લોકપ્રિય છે અને હવે તે બોલીવુડમાં ફિલ્મ-ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરવા માટે તૈયાર છે. મળતી માહિતી પ્રમાણે અરિજિત સિંહ એક અનોખી જંગલ ઍડ્વેન્ચર ફિલ્મનું ડિરેક્શન કરવાનો છે. આ એક પેન-ઇન્ડિયા ફિલ્મ હશે અને મહાવીર જૈન આ પ્રોજેક્ટના નિર્માતા છે.
Advertisement
આ પ્રોજેક્ટ વિશે માહિતી આપતાં એની સાથે સંકળાયેલી એક વ્યક્તિએ કહ્યું હતું કે આ ફિલ્મ અરિજિત અને કોયલ સિંહે લખી છે અને સ્ક્રિપ્ટ પૂર્ણ થઈ ગઈ છે.હવે ફિલ્મના નિર્માતાઓ કાસ્ટિંગના તબક્કામાં છે. આ ફિલ્મ એક મોટા બજેટની જંગલ ઍડ્વેન્ચર ફિલ્મ છે અને અરિજિતે પ્રી-પ્રોડક્શન કામ માટે એક ટીમ સાથે કામ શરૂૂ કરી દીધું છે. આગામી એક મહિનામાં ફિલ્મનું કાસ્ટિંગ શરૂૂ થશે અને એમાં ટોચના સ્ટાર્સને સાઇન કરવાનું પ્લાનિંગ છે.
Advertisement
Advertisement