શુક્રવારથી સિનેમાઘરોમાં જોવા મળશે ‘શોલે ધ ફાઇનલ કટ’ ટ્રેલર રીલીઝ
આ બ્લોકબસ્ટર ફિલ્મને 50 વર્ષ થઇ રહ્યા છે
શોલે ધ ફાઈનલ કટ નું ટ્રેલર રીલીઝ કરી દેવામાં આવ્યું છે. બોલીવુડની કલ્ટ ક્લાસિક ફિલ્મ ગણાતી શોલે ફરી એક વખત મોટા પડદા પર જોવા મળશે.. જૂની યાદોને તાજા કરવા માટે ફિલ્મ મેકર્સે શોલે ધ ફાઈનલ કટનું ટ્રેલર પણ રિલીઝ કરી દીધું છે. ટ્રેલરમાં મ્યુઝિક બીટ બદલી દેવામાં આવી છે. શોલે ફિલ્મ 12 ડિસેમ્બર થી સિનેમા ઘરોમાં રિલીઝ થશે આ વખતે ફિલ્મ 4સ રીસ્ટોરન્ટ વર્ઝન સાથે જોવા મળશે.
શોલે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા જ ધમાલ મચાવી રહ્યું છે. ટ્રેલરની શરૂૂઆતમાં જૂની ટ્રેનની સીટી, ડાકુની એન્ટ્રી, ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચનની ધમાકેદાર એન્ટ્રી દેખાડવામાં આવી છે. ટ્રેલરમાં ઠાકુર જય અને વીરુના સ્વભાવ વિશે વાત કરતા જોવા મળે છે. સાથે જેવું પણ કહે છે કે તે બદમાશ છે પણ દિલના સારા છે. શોલે ધ ફાઇનલ કટનું ટ્રેલર દર્શકોને પસંદ પડી રહ્યું છે. ટ્રેલર પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ટ્રેલરને મળી રહેલા પોઝિટિવ રિસ્પોન્સને જોતા લાગે છે કે શોલે ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈને ધમાલ મચાવશે. કેટલાક યુઝર્સ આ ફિલ્મનું ટ્રેલર જોઈને ધર્મેન્દ્રને ફરીથી યાદ કરી રહ્યા છે..
ભારતની સૌથી ફેમસ અને બ્લોકબસ્ટર ફિલ્મ શોલેને 50 વર્ષ થઈ રહ્યા છે ત્યારે આ ફિલ્મને રીલીઝ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ 1975 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી..શરૂૂઆતના સમયમાં આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો ન હતો જેના કારણે ફિલ્મ મેકર્સને લાગ્યું કે આ ફિલ્મ ફ્લોપ ગઈ. પરંતુ ધીરે-ધીરે આ ફિલ્મે રફતાર પકડી અને ત્યાર પછી લગભગ 5 વર્ષ સુધી આ ફિલ્મ થિયેટરોમાં ચાલી હતી.ફિલ્મની સફળતાને જોતા વર્ષ 2004માં પણ ફિલ્મને જ્યારે 30 વર્ષ પુરા થયા ત્યારે રિલીઝ કરવામાં આવી હતી. ત્યારબાદ 2014માં પણ ફિલ્મના થ્રીડી વર્ઝનને રિલીઝ કરવામાં આવ્યું હતું અને હવે 2025 માં 4સ રિસ્ટોર્ડ વર્ઝનમાં ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.