For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

OTTની કમાલ, એડમ સેન્ડલર વિશ્ર્વનો સૌથી મોંઘો એક્ટર

11:00 AM Aug 04, 2025 IST | Bhumika
ottની કમાલ  એડમ સેન્ડલર વિશ્ર્વનો સૌથી મોંઘો એક્ટર

સમગ્ર વિશ્વએ કોરોનાનું નામ પણ ન હતું સાંભળ્યું તે પૂર્વે વર્ષ 2019માં એડમ સેડલરને બોક્સ ઓફિસ પર છેલ્લી સફળતા મળી હતી. એડમની ફિલ્મ અનકટ જેમ્સ 19 મિલિયન ડોલરના બજેટમાં બની હતી અને તેણે 50 મિલિયન ડોલરનું કલેક્શન મેળવ્યું હતું. એક્ટર-કોમેડિયન એડમની થીયેટર રિલીઝમાં આ સૌથી મોટી સફળતા છે. તે પછી એડમની ફિલ્મો ખાસ ચાલી નથી, પરંતુ નેટફ્લિક્સ પર એડમે ધૂમ મચાવેલી છે.

Advertisement

ઓટીટી પ્લેટફોર્સ સાથે એડમે 275 મિલિયન ડોલરની ડીલ કરેલી છે, જેના કારણે વર્ષ 2025ના સૌથી મોંઘા એક્ટર તરીકે એડમનું નામ લેવાય છે વર્ષ 2020 મા એડમે નેટફ્લિક્સ સાથે ચાર ફિલ્મ માટે 275 મિલિયન ડોલરની ડીલ કરી હતી સિનેમાના ઈતિહાસમાં કોઈ એક્ટરને મળેલી આ સૌથી વધુ ફી છે. નેટફ્લિક્સે આ નિર્ણય ખૂબ વિચારીને લીધો હતો. વર્ષ 2015-19 દરમિયાન એડમની ફિલ્મોને નેટફ્લિક્સ પર 120 બિલિયન મિનિટ જોવાઈ હતી. ઓટીટી પર લોકપ્રિયતાના કારણે એડમને મર્ડર મિસ્ટ્રી 2 અને સ્પેસમેન જેવી ફિલ્મો મળી હતી. તેની લેટેસ્ટ રિલીઝમાં હેપ્પી ગિલમોર 2 નો સમાવેશ થાય છે, જે નેટફ્લિક્સ પર વ્યૂઈંગના રેકોર્ડ તોડી રહી છે.

વેરાઈટીના રિપોર્ટ મુજબ હેપ્પી ગિલમોર 2 ને યુએસમાં પહેલા વીકેન્ડ દરમિયાન 46.7 મિલિયન વ્યૂઝ મળ્યા હતા, જે નેટફ્લિક્સ પર અમેરિકન ફિલ્મ માટે સૌથી વધુ વ્યૂઝ હતા. આ સફળતાએ એડમને વર્ષ 2023 અને 2024 માટે વિશ્વનો સૌથી મોંઘો એક્ટર બનાવી દીધો હતો. વર્ષ 2023માં એડમ પ્રથમ વખત વિશ્વનો સૌથી મોંઘો એક્ટર બન્યો હતો. આ સમયે તેણે 97 મિલિયન ડોલર મેળવ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement