ઇન્ડિયન આઇડલ-15ની વિજેતા બની કોલકાતાની માનસી ઘોષ
રિયાલિટી શો ઇન્ડિયન આઇડલની સીઝન 15 ને તેનો વિજેતા મળી ગયા છે. કોલકાતાની માનસી ઘોષે ઈન્ડિયન આઈડલની ટ્રોફી જીતી છે. પોતાના સુમધુર અવાજ અને શક્તિશાળી અભિનયથી માનસીએ બધા દર્શકો અને જજોના દિલ જીતી લીધા અને ઈન્ડિયન આઈડલ ટ્રોફી જીતી. કોલકાતાની રહેવાસી માનસીએ ઈન્ડિયન આઈડલના મંચ પર શાસ્ત્રીયથી લઈને સમકાલીન ગીતો સુધીના દરેક શૈલીમાં પોતાની ગાયકીનો જાદુ ફેલાવ્યો હતો.
માનસી ઘોષ શરૂૂઆતથી જ વિજેતાના તાજની ખૂબ નજીક માનવામાં આવતી હતી. તેણે શોના ટોચના 6 ફાઇનલિસ્ટને હરાવીને આ સિઝનની ટ્રોફી જીતી. ટોચના 3 ફાઇનલિસ્ટમાં માનસી સહિત બે વધુ સ્પર્ધકો હતા. શુભોજીત ચક્રવર્તી અને સ્નેહા શંકર. બંનેને ચેનલ તરફથી 5-5 લાખ રૂૂપિયાનો ચેક મળ્યો.
પોતાના જાદુઈ અવાજથી લાખો દર્શકોના દિલ જીતનાર માનસીને ટ્રોફી સાથે 25 લાખ રૂૂપિયાનું રોકડ ઇનામ મળ્યું. આ સાથે તેને એક નવી ચમકતી કાર પણ મળી છે. વિજેતા બન્યા પછી માનસી ઘોષ ખૂબ જ ખુશ છે. પોતાના અવાજથી જાદુ કરનાર માનસીએ ઇન્ડિયન આઇડલ પહેલા પણ એક રિયાલિટી સિંગિંગ શોમાં ભાગ લીધો છે. આ શોનું નામ સુપરસ્ટાર સિંગર સીઝન 3 છે. આ શોમાં એ ફર્સ્ટ રનર અપ રહી હતી. ખાસ વાત એ છે કે માનસીએ બાળપણમાં જ ડાન્સ પણ શીખ્યો હતો. તેમના ગાયનના એટલા બધા ચાહકો છે કે ઇન્સ્ટાગ્રામ પર તેમના 152 હજાર ફોલોઅર્સ છે.
શિલ્પા શેટ્ટી પણ ગ્રાન્ડ ફિનાલેમાં મહેમાન તરીકે આવી હતી. શોના વિજેતાની જાહેરાત કરતા પહેલા, શોના ત્રણ જજ, શ્રેયા ઘોષાલ, બાદશાહ અને વિશાલ દદલાણી ખૂબ જ ભાવુક થઈ ગયા. શ્રેયાની આંખોમાંથી પણ આંસુ વહી ગયા. ઈન્ડિયન આઈડલ સીઝન 15 ગયા વર્ષે 15 ઓક્ટોબર 2024 થી શરૂૂ થયું હતું.