For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

32 વર્ષમાં 56 હજાર આતંકી હુમલા: 6413 જવાન શહીદ

11:27 AM Apr 28, 2025 IST | Bhumika
32 વર્ષમાં 56 હજાર આતંકી હુમલા  6413 જવાન શહીદ

આતંકવાદની ભારતે 14930 નાગરિકોના મોતથી કિંમત ચૂકવી: 23,386 આતંકીઓને ઢેર કરાયા

Advertisement

છેલ્લા 30 વર્ષથી આતંકવાદીઓને આશ્રય આપવાના પાકિસ્તાનના ઘટસ્ફોટથી તેનો કદરૂૂપો ચહેરો દુનિયાની સામે ખુલ્લો પડી ગયો છે, પરંતુ આતંકવાદે માત્ર જમ્મુ-કાશ્મીર જ નહીં પરંતુ સમગ્ર ભારતને નુકસાન પહોંચાડ્યું છે. સેના અને અર્ધલશ્કરી દળોએ દરેક વખતે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદને પરાજય આપ્યો છે, પરંતુ ભારતે આની ભારે કિંમત ચૂકવવી પડી છે. છેલ્લા 32 વર્ષોમાં, સરેરાશ દર ચાર આતંકવાદીઓએ માર્યા ગયા, અમે એક સૈનિક અને બે નાગરિક ગુમાવ્યા છે.

નવી દિલ્હી સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટના અભ્યાસ મુજબ, ભારતમાં નવ રાજ્યો આતંકવાદ અને ઉગ્રવાદીઓ માટે અત્યંત સંવેદનશીલ છે, જેમાંથી જમ્મુ અને કાશ્મીર સૌથી વધુ પ્રભાવિત છે. 1988 થી 2019 સુધી અહીં 56 હજાર આતંકવાદી ઘટનાઓ બની છે. અલબત્ત, તેના જવાબમાં આપણી સેનાએ 23,386 આતંકવાદીઓને મારી નાખ્યા, પરંતુ ભારતના 14,930 નાગરિકો મૃત્યુ પામ્યા. તે જ સમયે, 6,413 સૈનિકો શહીદ થયા હતા. દર વર્ષે જમ્મુ અને કાશ્મીર જેવું જ ચિત્ર અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ અને ત્રિપુરામાં આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓના હુમલામાં જોવા મળે છે, જેમાં નાગરિકો અને લશ્કરી જવાનોની શહીદીની સંખ્યા ઓછી નથી. અભ્યાસ મુજબ, જમ્મુ અને કાશ્મીરના બે જિલ્લા રાજૌરી અને ઉધમપુરમાં લાંબા અંતર પછી વર્ષ 2022માં નાગરિકોની હત્યા સૂચવે છે કે જે વિસ્તારોને થોડા વર્ષો પહેલા આતંકવાદ મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા તે ફરીથી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી જૂથોના દાયરામાં આવી ગયા છે.

Advertisement

જો કે પહલગામ હુમલામાં આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા, પરંતુ આ રિપોર્ટ છેલ્લા 25 વર્ષની સ્થિતિ પણ જણાવે છે, જે મુજબ 6 માર્ચ, 2000થી 22 એપ્રિલ, 2025 સુધી જમ્મુ-કાશ્મીરમાં 12,037 આતંકવાદી ઘટનાઓમાં 4,980 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.

સાઉથ એશિયા ટેરરિઝમ પોર્ટલ (SATP) મુજબ, 1988 થી, હુમલામાં માર્યા ગયેલા 47 ટકા આતંકવાદીઓ હતા જેઓ ભારતીય સેના દ્વારા વિવિધ ઓપરેશનમાં માર્યા ગયા હતા. જો કે, બાકીના મૃતકોમાં, 40 ટકા નાગરિકો હતા જેમણે કોઈપણ કારણ વગર પોતાનો જીવ ગુમાવ્યો હતો. એ જ રીતે, 2001 થી 2019 વચ્ચે, પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં 11 હજાર વખત ઘૂસણખોરી કરી, જેણે 12 હજાર આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યો.

4 વર્ષમાં 41 TRF આતંકવાદીઓ માર્યા ગયા
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે, પહલગામ હુમલાને અંજામ આપનાર આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) ખીણમાં કલમ 370 નાબૂદ થવા દરમિયાન અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યારથી તેનું લક્ષ્ય માત્ર સામાન્ય નાગરિકો છે. 2020 થી પહેલગામ હુમલા સુધી,TRFએ 32 હુમલા કર્યા છે, જેમાં 48 લોકો માર્યા ગયા છે. અત્યાર સુધીમાં આ સંગઠનના 41 આતંકવાદીઓ માર્યા ગયા છે. ગયા મહિને, ગૃહ મંત્રાલયે સૂચિ અપડેટ કરી અને તેને આતંકવાદી સંગઠનોમાં સામેલ કરી.

Advertisement
Tags :
Advertisement
Advertisement