કાર્તિક આગળ જતો રહ્યો અને શ્રીલીલાને ભીડે ખેંચી લીધી
કાર્તિક આર્યન અને શ્રીલીલા આ દિવસોમાં એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, જેનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં શ્રીલીલાને ભીડમાં ખેંચવામાં આવી રહી છે. વીડિયોમાં શ્રીલીલા અને કાર્તિક ભીડમાંથી પસાર થઈ રહ્યાં હતાં. કાર્તિક આગળ અને તેની પાછળ શ્રીલીલા ચાલી રહી હતી. એવામાં ફેન્સની ભીડનું જાહેરમાં શરમજનક વર્તન જોવા મળ્યું.
સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં શ્રીલીલા અને કાર્તિક તેમની ટીમ સાથે ભીડમાંથી પસાર થતા જોઈ શકાય છે. એવામાં અચાનક જ સિક્યોરિટીની વચ્ચે ભીડમાંથી એક ફેન્સે શ્રીલીલાનો હાથ પકડ્યો અને પોતાની તરફ ખેંચી લીધી. આ રીતે અચાનક થયેલા હુમલાથી શ્રીલીલા ડરી ગઈ હતી. જોકે, શ્રીલીલાની ટીમે તેને ઝડપથી ભીડમાંથી બહાર કાઢી, આમ પરિસ્થિતિ વધુ ખરાબ થતી અટકાવી જોકે, કાર્તિકને ખબર પણ નહોતી તે પોતાની ધૂનમાં આગળ વધતો રહે છે. જ્યારે અવાજ આવ્યો ત્યારે કાર્તિક પાછળ ફરીને જુએ છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના પછી યુઝર્સે અભિનેત્રીની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. એકે લખ્યું, આ ખૂબ જ ડરામણું છે. આ કોઈ માટે સલામત નથી, બીજાએ લખ્યું, અભિનેત્રીઓની સલામતીનું ધ્યાન રાખવું જોઈએ. આ સિવાય ઘણા યુઝર્સે કાર્તિક આર્યનની પણ આકરી ટીકા કરી હતી.