For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાષા વિવાદમાં માફી માગવા કમલ હાસનનો ઈનકાર

10:52 AM Jun 04, 2025 IST | Bhumika
ભાષા વિવાદમાં માફી માગવા કમલ હાસનનો ઈનકાર

તમિલ-કન્નડ ભાષાના વિવાદ અંગે, દક્ષિણ સ્ટાર કમલ હાસને સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ માફી નહીં માંગે. આવી સ્થિતિમાં, તેમની ફિલ્મ ‘ઠગ લાઈફ’ કર્ણાટકમાં રિલીઝ થશે નહીં. કમલ હાસનની પ્રોડક્શન કંપનીએ મંગળવારે કર્ણાટક હાઈકોર્ટને જણાવ્યું હતું કે આમાં માફી માંગવા જેવું કંઈ નથી.કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સની માફીની માંગના જવાબમાં કમલ હાસને એક લેખિત નિવેદન બહાર પાડ્યું છે.અભિનેતાએ નિવેદનમાં લખ્યું છે - પઅમને હાલમાં પોલીસ સુરક્ષાની જરૂૂર નથી કારણ કે ફિલ્મ અહીં રિલીઝ થશે નહીં. અમે ફિલ્મ ચેમ્બર સાથે વાત કરીશું.

Advertisement

કમલ હાસને કહ્યું- મારા શબ્દોનો હેતુ ફક્ત એ કહેવાનો હતો કે આપણે બધા એક છીએ અને એક જ પરિવારના છીએ અને કોઈ પણ રીતે કન્નડને નબળી પાડવાનો નથી. કન્નડ ભાષાના સમૃદ્ધ વારસા પર કોઈ વિવાદ કે ચર્ચા નથી. તમિલની જેમ, કન્નડમાં પણ એક ભવ્ય સાહિત્યિક અને સાંસ્કૃતિક પરંપરા છે જેની હું લાંબા સમયથી પ્રશંસા કરી રહ્યો છું. કમલ હાસને કન્નડ લોકો માટે આ વાત કહી.અભિનેતાએ આગળ કહ્યું- મારી કારકિર્દી દરમિયાન, મેં કન્નડ ભાષી સમુદાય દ્વારા મને આપવામાં આવેલી હૂંફ અને સ્નેહને ખૂબ જ મહત્વ આપ્યું છે, અને હું વિશ્વાસ સાથે કહું છું કે ભાષા પ્રત્યેનો મારો પ્રેમ સાચો છે, અને મને કન્નડ લોકો તેમની માતૃભાષા તરીકે ખૂબ જ આદર છે. હું હંમેશા બધી ભારતીય ભાષાઓ માટે સમાન આદરના પક્ષમાં રહ્યો છું અને કોઈપણ એક ભાષાના બીજી ભાષા પર વર્ચસ્વની વિરુદ્ધ છું, કારણ કે આ અસંતુલન ભારતીય સંઘના ભાષાકીય માળખાને નબળું પાડે છે.

‘ઠગ લાઈફ’ અભિનેતાએ લખ્યું- હું સિનેમાની ભાષા જાણું છું અને બોલું છું. સિનેમા એક સાર્વત્રિક ભાષા છે જે ફક્ત બંધનોને જ જાણે છે. મારું નિવેદન પણ આપણા બધામાં તે બંધન અને એકતા સ્થાપિત કરવાનું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement