ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જેનિફર લોપેઝના ચોથા લગ્નનો પણ અંત, ડિવોર્સ અરજી કરી

12:35 PM Aug 24, 2024 IST | admin
Advertisement

ડાયરેકટર બેન એફલેકે બે વાર તક આપ્યા બાદ અંતે અલગ થઇ ગયા

Advertisement

પોપ સિંગર અને અમેરિકન એક્ટ્રેસ જેનિફર લોપેઝ અને ડાયરેક્ટર બેન એફ્લેક પોતાના સંબંધોને બે વાર તક આપ્યા બાદ અલગ થઈ રહ્યા છે. યુએસ મીડિયા અનુસાર, જેનિફરે છૂટાછેડા માટે અરજી કરી છે. બંનેએ વર્ષ 2022માં લાસ વેગાસમાં લગ્ન કર્યા હતા. આ બંને હોલિવૂડના પાવર કપલ તરીકે જાણીતા હતા. બંનેએ વર્ષ 2003માં પહેલીવાર એકબીજાને ડેટ કરવાનું શરૂૂ કર્યું હતું. બંનેની મુલાકાત ફિલ્મના શૂટિંગ દરમિયાન થઈ હતી, તેમની જોડી એટલી પસંદ કરવામાં આવી હતી કે, લોકોએ તેમને બેનિફરનું નામ આપ્યું હતું.

55 વર્ષીય હોલિવૂડ સ્ટાર જેનિફરના આ ચોથા લગ્ન હતા, તેણે 2022માં ઓસ્કાર વિજેતા ફિલ્મ સ્ટાર અને તેના કરતા 2 વર્ષ નાના દિગ્દર્શક બેન એફ્લેક સાથે લગ્ન કર્યા હતા. બેનના આ બીજા લગ્ન હતા. બંનેની મુલાકાત 2002માં ફિલ્મ ગિગલીના સેટ પર થઈ હતી, ત્યારબાદ આ કપલ લોકોમાં સેન્સેશન બની ગયું હતું. લોકોએ આ જોડીને ખૂબ પસંદ કરી. થોડા દિવસોના ડેટિંગ પછી બંનેએ તેમની સગાઈની જાહેરાત કરી, આ સમાચાર પછી તેમના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત હતા. તેઓ 2003માં લગ્ન કરવા જઈ રહ્યા હતા, પરંતુ કેટલાક કારણોસર બંનેએ તેમના લગ્ન રોકી દીધા અને પછીથી 2004માં બંને એકબીજાથી અલગ થઈ ગયા.

જોકે, 2021માં, જ્યારે બંને ફરીથી સાથે જોવા મળ્યા ત્યારે ઇન્ટરનેટ પર હલચલ મચી ગઈ હતી. તેમની સાથેની તસવીરો ઝડપથી ફરવા લાગી અને ઝડપથી શેર થઈ રહી છે. તે દરમિયાન લોપેઝ એક ઈન્ટરવ્યુમાં પણ જોવા મળી હતી, બંનેએ એપ્રિલ 2022માં સગાઈ કરી હતી અને તે જ વર્ષે જુલાઈમાં લાસ વેગાસમાં લગ્ન પણ કર્યા હતા. લગ્નના બીજા જ મહિને બંનેએ એક ભવ્ય પાર્ટી સાથે તેમના સંબંધોને ઓફિશિયલ બનાવ્યા હતા. બંનેની રિસેપ્શન સેરેમની 3 દિવસ સુધી ચાલી હતી, જેમાં ઘણા હોલિવૂડ સ્ટાર્સે ભાગ લીધો હતો.

Tags :
divourceEntertainmentEntertainmentnewsindiaindia newsjenfirlepose
Advertisement
Next Article
Advertisement