જેકલિન ફર્નાન્ડિઝનું ઇટાલિયન ગ્લોબલ સિરીઝ ફેસ્ટિવલ-2025માં સન્માન
જેકલિન ફર્નાન્ડિઝનું તાજેતરમાં જ ઇટાલિયન ગ્લોબલ સિરીઝ ફેસ્ટિવલ 2025માં સન્માન કરવામાં આવ્યું છે. ઇટાલીના રિમિની ખાતે આ ઇવેન્ટ યોજાઈ હતી. આ પ્રતિષ્ઠિત એવોર્ડની ગ્રાન્ડ ઇવેન્ટની ઓપનિંગ સેરેમનીમાં પહાઉસફુલ 5થની આ એક્ટ્રેસને સન્માનિત કરવામાં આવી હતી. આ ઇવેન્ટનો હેતુ ગ્લોબલ ફિલ્મ અને ટેલિવિઝનની ઉત્તમ બાબતોને ઉજવવાનો છે.
જેકલિને પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ઇવેન્ટની સુંદર તસવીરો શેર કરી હતી અને આ સન્માન માટે આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, સિનેમા મારા માટે એક કળા છે, જે માત્ર વાર્તા નથી કહેતી પણ વિવિધ સમય, ભાષા અને પ્રદેશના લોકોને જોડવાનો એક રસ્તો છે. દુનિયા સાથે એ વહેંચવામાં મદદરૂૂપ થવા માટે મારી નોંધ લેવાવી એ બાબત શબ્દોથી રજૂ કરવા કરતાં ઘણી વધારે છે.
આઈજીએસએફ દુનિયાભરનાં કલાકારોને આ રીતે સન્માનિત કરવા માટે જાણીતું છે અને આ વખતના પ્રતિષ્ઠિત એવોર્ડીઝમાં જેકલિન પણ સામેલ હતી. આ એવોર્ડથી વધુ નમ્રતા અનુભવતા પોતાની પોસ્ટમાં જેકલિને કહ્યું, પઆઈજીએસ ફેસ્ટિવલમાં બધાં જ અદ્દભુત એવોર્ડીઝ સાથે રિમિનીમાં તમારા પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં સન્માન થવું એ મારા માટે ખુબ ગૌરવની વાત છે. દુનિયાભરમાં સિનેમાની ઉજવણીની ખાસ પળો માટે માન છે.