હોરર ફિલ્મ માટે ભારતનો સૌથી મોટો 40 હજાર સ્કવેર ફીટનો સેટ બન્યો
છેલ્લાં થોડા વખતથી ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક એવા તબક્કે પહોંચી છે કે હોરર ફિલ્મ જ બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે, પછી તે સ્ત્રી-2 હોય કે પછી ભૂલભલૈયા-3, મૂંજ્યા કે પછી અર્નામનાઈ. એવું બની કે કોઈ ફિલ્મ હિટ બને કે કોઈ ઓછી ચાલે તેમ છતાં ફિલ્મ મેકર્સ હોરર ફિલ્મ અંગે કોઈ પણ ચાન્સ લેવા તૈયાર છે. ત્યારે હવે એક એવી તેલુગુ ફિલ્મ આવી રહી છે, જેમાં ટોપ એક્ટર તો લીડ રોલમાં છે જ સાથે જ આ ફિલ્મની ટીમ ભારતીય સિનેમાનો સૌથી મોટી હવેલીનો સેટ બનાવી રહ્યા હોવાનો પણ દાવો કરે છે.
તાજેતરમાં જ મારુથિ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ થયેલી પ્રભાસની ફિલ્મ ધ રાજા સાબનું ટીઝર લોંચ થયું છે. ત્યારે ફિલ્મની ટીમ દ્વારા જાહેર થયેલી પ્રેસનોટમાં ફિલ્મની ટીમ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમની હોરર કોમેડી ફિલ્મના કેન્દ્રમાં એક એવી હવેલી હશે, જે અત્યાર સુધીમાં ભારતીય સિનેમાના ઇતિહાસમાં ક્યારેય જોવા મળી નથી.
આ ફિલ્મનો સેટ આર્ટ ડિઝાઇનર રાજીવન નાંબિયાર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જે 41,256 સ્ક્વેર ફૂટનો છે. ફિલ્મની ટીમના મતે આ હવેલી માત્ર એક બેકડ્રોપ નથી પરંતુ એક સર્વાગ્રહી, જીવંત, જીવતું જાગતું સ્થળ છે. જે ફિલ્મની વાર્તાનો બહુ મોટો હિસ્સો છે. જેમાં વિશાળ ઊંચા દરવાજા, કમાનોવાળા મંડપવાળા રવેશ સહિતનું સ્થાપત્ય જોવા મળશે. દરેક પત્થર, સાધન અને પડછાયો આ ફિલ્મમાં હોરર અનુભવાય તે માટે ઉપયોગમાં લેવાયા છે. હવેલીનું તળિયું પણ એવી રીતે તૈયાર થયું છે, જેનું ટેક્સ્ચર અને દૃષ્યો હોરરમાં વધારો કરે. આ માત્ર ડિઝાઇન નથી, આ જગ્યા દ્વારા કહેવાતી વાર્તા છે.