ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

‘કિંગ’માં શાહરુખ પ્રોફેશનલ કિલર, સુહાના અનાથ છોકરીના રોલમાં

01:41 PM Oct 19, 2024 IST | admin
Advertisement

મિસ્ટ્રી-થ્રિલર ફિલ્મ અંગે ચાહકોમાં ઉત્તેજના

Advertisement

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂૂખ ખાનની આગામી ફિલ્મ કિંગને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. આ ફિલ્મમાં સુહાના ખાન તેના પિતા સાથે પહેલીવાર સ્ક્રીન શેર કરશે. તેનું પાત્ર કેવું હશે, ફિલ્મની વાર્તા શું હશે તે અંગે કેટલાક અપડેટ્સ સામે આવ્યા છે.

સુજોય ઘોષ દ્વારા નિર્દેશિત ફિલ્મ કિંગ 1994માં આવેલી ફ્રેન્ચ ફિલ્મ લિયોન: ધ પ્રોફેશનલની હિન્દી રિમેક છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ એક મિસ્ટ્રી-થ્રિલર ફિલ્મ હશે જેમાં શાહરૂૂખ ખાન પ્રોફેશનલ કિલરની ભૂમિકા ભજવશે. જ્યારે સુહાના એક એવી છોકરીની ભૂમિકા ભજવશે જેણે તેના માતા-પિતાને ગુમાવ્યા છે અને હવે તે શાહરૂૂખના પ્રોટેક્શનમાં છે. ફિલ્મમાં એક્શન સીન્સ, ડ્રામા અને થ્રિલર ઈફેક્ટ્સથી ભરપૂર મસાલો જોવા મળશે.
ફિલ્મમાં તે પિતા-પુત્રીની ભૂમિકામાં નહી હોય, પરંતુ સ્ટોરી ફ્રેન્ચ ફિલ્મથી પ્રેરિત હશે.

ડર, બાઝીગર અને અંજામ જેવી સુપરહિટ ફિલ્મો બાદ શાહરૂૂખ ખાન ફરી એકવાર કિંગમાં ગ્રે કેરેક્ટરમાં જોવા મળશે. આ પ્રોજેક્ટ પર કામ શરૂૂ થઈ ગયું છે. એવું માનવામાં આવે છે કે કેટલાક સીન વિદેશી લોકેશન પર પણ શૂટ કરવામાં આવ્યા છે. જો કે હજુ સુધી આ અંગે વધુ માહિતી સામે આવી નથી. અહેવાલો મુજબ કિંગ વર્ષ 2026માં રીલીઝ થઈ શકે છે. આ ફિલ્મમાં શાહરૂૂખ અને સુહાના સિવાય અભિષેક બચ્ચન પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે.

Tags :
EntertainmentEntertainmentnewsindiaindia newsshahrukhkhan
Advertisement
Next Article
Advertisement