હુમા કુરેશીની ‘બયાન’નો ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રિમિયર થશે
હુમા કુરેશીની ફિલ્મ બયાન ટીઆઈએફએફ ખાતે વર્લ્ડ પ્રીમિયર થશે, તે પ્રતિષ્ઠિત ડિસ્કવરી કેટેગરીમાં એકમાત્ર ભારતીય ફિલ્મ છે, આ એવું ફેસ્ટિવલ છે, જેણે ક્રિસ્ટોફર નોલાન, આલ્ફોન્સો કુઆરોન અને બેરી જેનક્ધિસ જેવા ફિલ્મ નિર્માતાઓની કારકિર્દીમાં મહત્વનો ફાળો આપ્યો છે. ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં હુમા કુરેશીની પોલિસ અને ક્રાઇમ થ્રિલર પબયાનથનું આ સપ્ટેમ્બરમાં વર્લ્ડ પ્રીમિયર યોજાશે.
ફિલ્મ ચૌરંગા માટે જાણીતા લેખક-દિગ્દર્શક વિકાસ રંજન મિશ્રા દ્વારા દિગ્દર્શિત બયાન ડિસ્કવરી કેટેગરીમાં એકમાત્ર ભારતીય ફિલ્મ છે.
આ ફિલ્મ લોસ એન્જલસ ખાતે ફિલ્મ ઇન્ડિપેન્ડન્ટમાં તૈયાર કરવામાં આવી હતી અને તેનું પ્રોડક્શન પ્લેટૂન વન ફિલ્મ્સનાં શિલાદિત્ય બોરા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ચંદ્રચુરસિંહ, સચિન ખેડેકર જેવા દિગ્ગજો સાથે પાવરહાઉસ કલાકારો પરિતોષ સેન, અવિજીત દત્ત, વિભોર મયંક, સંપા માંડલ, સ્વાતિ દાસ, અદિતિ કંચન સિંહ અને પેરી છાબરા સહિતના મજબુત કલાકારોનો સમાવેશ થાય છે. આ ફિલ્મ સત્તા અને જેન્ડરના બે અલગ વિષયોને અનોખી રીતે જોડે છે કે બયાનનું વર્લ્ડ પ્રીમિયર ડિસ્કવરી કેટેગરીમાં થશે જેણે ક્રિસ્ટોફર નોલાન, અલ્ફોન્સો કુઆરોન અને બેરી જેનક્ધિસ જેવા ફિલ્મ નિર્માતાઓની કારકિર્દી શરૂૂ કરી છે.