KGF અને સાલારના નિર્માતાઓની ફિલ્મમાં હિરો બનશે ઋતિક રોશન
ભારતીય મનોરંજન ઉદ્યોગમાં આજે એક મોટું નામ બની ગયેલી હોમ્બલે ફિલ્મ્સ એક પછી એક સુપરહિટ ફિલ્મો આપીને નવા બેન્ચમાર્ક સ્થાપિત કરી રહી છે. હવે સૌથી મોટી અને રસપ્રદ વાત એ છે કે આ પ્રોડક્શન હાઉસે સુપરસ્ટાર ઋત્વિક રોશન સાથે એક નવા પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત કરી છે. આ જાહેરાત પછી, દરેક જગ્યાએ ચર્ચાઓ શરૂૂ થઈ ગઈ છે.આ સમાચાર ફક્ત ઋત્વિક રોશનના ચાહકો માટે જ નહીં પરંતુ સમગ્ર દેશના સિને પ્રેમીઓ માટે પણ એક ટ્રીટથી ઓછું નથી.
હોમ્બલે ફિલ્મ્સના સ્થાપક વિજય કિરાગંડુરે જણાવ્યું હતું કે, અમે આ સહયોગથી ખૂબ જ ખુશ છીએ. હોમ્બલે ફિલ્મ્સમાં, અમારો ઉદ્દેશ્ય એવી વાર્તાઓ રજૂ કરવાનો છે જે પ્રેરણા આપે અને સીમાઓથી આગળ લોકોના હૃદય સુધી પહોંચે. ઋતિક રોશન સાથે જોડાવું એ એક એવી ફિલ્મ બનાવવાના અમારા વિઝન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે જ્યાં તીવ્રતા અને કલ્પનાશક્તિ મોટા પાયે મળે છે. અમે દર્શકોને એક એવો અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છીએ જે શક્તિશાળી અને યાદગાર બંને હોય.
આ અંગે ઋતિક રોશને પણ પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો અને કહ્યું, હોમ્બલે ફિલ્મ્સે વર્ષોથી દર્શકો માટે કેટલીક ખૂબ જ ખાસ અને અલગ વાર્તાઓ લાવી છે. હવે હું તેમની સાથે જોડાઈને એક શાનદાર સિનેમેટિક અનુભવ આપવાનો પ્રયાસ કરી રહ્યો છું. અમે મોટા સપના જોઈ રહ્યા છીએ અને તેને વાસ્તવિકતામાં ફેરવવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. હોમ્બલે ફિલ્મ્સ આજે ભારતના સૌથી મોટા ક્ધટેન્ટ ક્રિએટર પ્રોડક્શન હાઉસમાંનું એક બની ગયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, આ બેનરે ઊંૠઋ ચેપ્ટર 1 અને 2, સલાર: ભાગ 1 યુદ્ધવિરામ અને કાંતારા જેવી બ્લોકબસ્ટર પેન ઈન્ડિયા ફિલ્મો આપી છે. વાર્તાઓના સ્તરે જ નહીં, પણ બોક્સ ઓફિસ પર પણ, આ બેનરે સતત શાનદાર કામ કર્યું છે અને એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે.