તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાંથી "ગોલી”ની વિદાય
કાલે આ કોમેડી શોના 16 વર્ષ પૂર્ણ થશે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક ખૂબ જ લોકપ્રિય ટીવી શો છે. કોમેડી પર આધારિત આ શોના ચાહકો દરેક ઉંમરના લોકો છે. 28 જુલાઈએ આ શો તેના 16 વર્ષ પૂરા કરવા જઈ રહ્યો છે. તે પહેલાં હવે એક પ્રખ્યાત અભિનેતાએ શો છોડી દીધો છે. શોમાં ‘ગોલી’નું પાત્ર ભજવનાર અભિનેતા કુશ શાહે શોને અલવિદા કહી દીધું છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના યુટ્યુબ ચેનલ પર કુશનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આમાં શોમાં કુશની શરૂઆતથી લઈને અત્યાર સુધીની સફર બતાવવામાં આવી છે. કુશ તેમના દર્શકોનો આભાર માની રહ્યા છે. તેમણે કહ્યું કે દર્શકોએ અને ગોકુલધામ સોસાયટીએ ખૂબ પ્રેમ આપ્યો છે.
કુશ શાહે આગળ કહ્યું કે, ‘મારું બાળપણ અહીં વીત્યું અને સૌથી મહત્વપૂર્ણ જ્યારે એક છોડ વૃક્ષ બને છે તો હું પણ અહીં મોટો થયો’. આ પછી કુશે શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીનો આભાર માન્યો. કુશ શાહ શોને અલવિદા કહેતા ભાવુક થઈ ગયા. તેમણે આગળ કહ્યું કે, ‘મને આ શોમાં 16 વર્ષ પૂરા થઈ ગયા છે અને આ 16 વર્ષની જે સફર હતી તે ખૂબ સુંદર હતી. તે માત્ર તમારા પ્રેમને કારણે સુંદર રહી છે. તો તમારા પ્રેમને યાદ રાખીને હું આ શોથી વિદાય લઈ રહ્યો છું’.